ભાવનગર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો થયો છે. વલ્લભીપુર કોંગ્રેસના શહેર પ્રમુખનું રાજીનામું પડ્યું છે. કોંગ્રેસ શહેર પ્રમુખ ભાવિક ધનાણીએ રાજીનામું આપ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની અવગણના થતા રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના શહેર પ્રમુખના રાજીનામાથી વલ્લભીપુર કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસ પક્ષમાં 106 વિધાનસભા બેઠકની ઉમેદવારની ટિકિટને લઇ ખેંચતાણ થઈ રહી છે.


આ પહેલા ખેડા જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખનું રાજીનામું પડ્યું હતું. રાવજીભાઈ વધેલાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ. ચકલાસી નગર પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે રાવજીભાઈ વધેલા. રાવજીભાઈ વાઘેલા આમ આદમી પાર્ટીમા જોડાય તેવી શક્યતા છે. 


Gujarat Election :  મિશન 2022ના ઉમેદવાર બનવા મહિલા કોંગ્રેસ મેદાને આવી છે. 61 મહિલાઓએ કોંગ્રેસ સમક્ષ દાવેદારી નોંધાવી છે. 40 મહિલાઓને ટિકિટ મળે તેવી મહિલા કોંગ્રેસના પ્રમુખની માગણી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે લાગણી વ્યક્ત કરી છે. સૌથી વધુ ઇડર બેઠક પર 5 મહિલાઓએ માંગી ટિકિટ. સુરતની કરંજ બેઠક પર 4 મહિલાઓની દાવેદારી. 


સુરતની લિંબાયત બેઠક પર 3 મહિલાઓએ માંગી ટિકિટ. દહેગામ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે માંગી ટિકિટ. લીંબડી બેઠક પરથી કલ્પના મકવાણાની દાવેદારી. સુરતની મહુવા બેઠક પરથી હેમાંગીની ગરાસિયાએ માંગી ટિકિટ. કેશોદ બેઠક પરથી પ્રગતિ આહીરની દાવેદારી. અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી કમળાબેન ચાવડાએ માંગી ટિકિટ.




'કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, બચેલા લોકો ભાજપમાં જવા લાગ્યા છે; રોજ ઊઠીને કેજરીવાલને ભાજપવાળા ગાળો બોલે છે'

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આપ ગુજરાતમાં મજબૂત વિકલ્પ બની રહી છે. વધતો ભરોસો જોઈને ભાજપના લોકો ગભરાઈ ગયા છે. રોજ ઊઠીને કેજરીવાલને ભાજપવાળા ગાળો બોલે છે.


તેમણે કહ્યું કે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, બચેલા લોકો ભાજપમાં જવા લાગ્યા છે. આગામી ચૂંટણી ઈમાનદાર આપ અને મહાભ્રષ્ટ ભાજપ પક્ષ વચ્ચે છે. આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં 29 ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે અમે વધુ 12 ઉમેદવારો જાહેર કર્યા છે. ભ્રષ્ટ ભાજપ અને પતન થઈ ગયેલી કોંગ્રેસ કરતા અમે વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે.