સુરત : પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. ભાજપ, આપ અને કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓએ અલ્પેશ કથીરીયાનો સંપર્ક કર્યો હતો. રાજકીય કારકિર્દી શરૂ કરવા આમંત્રણ આપ્યું છે. ભાજપમાં જોડાય તેવી લોક ચર્ચાને અલ્પેશે નકારી. સોશિયલ મીડિયામાં માત્ર વાતો થઈ રહી છે જે સત્યથી વેગડું છે. 
ભાજપમાં જોડાવવાની ચર્ચા મુદ્દે અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપી હતી. 


પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચે અને શહીદ થયેલા પરિવારજનોને નોકરી મળે. જો ભાજપ આ બંને મુદ્દાનો ઉકેલ કરી નાખે તો રાજકારણમાં જવા અંગે વિચારશું. સત્તા પક્ષ કે વિપક્ષ આ બંનેમાંથી કોઈ પણ બે મુદ્દાનો હલ લાવશે તો તેમની સાથે જવા અંગે વિચારશું. ગોપાલ ઇટાલિયા ને પરેશાન કરાય છે. અટલ બિહારી વાજપાઈ અને અડવાણી સમયની રાજનીતિ થવી જોઈએ, બદલાની ભાવના ન હોવી જોઈએ.


ઇટાલિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ કે અન્ય પક્ષો ચૂંટણીના સમયમાં આ બધી વાતો આવતી હોય છે. વર્તમાન સમયની અંદર અમારી માંગણી સ્પષ્ટ છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો અને શહીદ પરિવારને નોકરી, બંને મુદ્દે ભાજપ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે કે નથી કરતી. આ બે માંગણી સંતોષે છે કે નહીં, આ પછી અમે રાજકીય દિશાના નિર્ણય લેશે. આ પછી આગામી દિવસોમાં નક્કી કરીશું કે, રાજકારણમાં જવું જોઇએ કે નહીં. ચૂંટણી લડવી જોઇએ કે નહીં. દરેક પ્રકારની વાતો છે તે અમારા આગેવાનો, અમારી સંસ્થા અને સમિતી સાથે બેસીને નક્કી કરીશું. 


Gujarat Election : કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ, કઈ બેઠક પર જોવા મળ્યો રોષ?
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે.  કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. ત્યાં જ કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે. ચાણસ્મા વિધાનસભા સીટ પર ચૂંટણી પહેલા કોગ્રેસમાં વિરોધ શરૂ થયો છે. ચાણસ્મા વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી છે. 


ચાણસ્મા વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવાર ની માંગ સાથે આજે શક્તિ પ્રદર્શન યોજાયું. હારીજના નવરંગપુરા ખાતે કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું. ચાણસ્મામાં વર્ષોથી કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર મુકતા સ્થાનિકોમાં રોષ છે. શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો સંગઠનના કાર્યકરો તેમ જ હારેલા જીતેલા ડેલીગેટ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.