અરવલ્લીઃ ગોપાલ ઇટાલિયાના પાટીદારો અંગેના નિવેદન પર કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. મોડાસામાં ભાજપ દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં પુરસોત્તમ રૂપાલા, શંકર ચૌધરી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. અહીં તેમણે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય. ભાજપ અને પાટીદારો એકબીજાના પર્યાય હતા છે અને રહેશે. ચૂંટણી આવે એટલે સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની. વિધાનસભા ચૂંટણી પહેલા પુરષોતમ રૂપાલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. 


ગોપાલ ઇટાલિયા પર સ્મૃતિ ઇરાનીનો પલટવારઃ ગુજરાતના લોકો AAPને પાઠ ભણાવશે


નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી મોદી પરના ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પલટવાર કર્યો છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, પ્રધાનમંત્રીની માતાનું અપમાન ગુજરાત સહન નહીં કરે. રાજકીય રીતે ચમકવા માટે આમ આદમી પાર્ટીએ પ્રધાનમંત્રીની માતાનું અપમાન કર્યું. ગુજરાતના લોકો આપને પાઠ ભણાવશે. આ ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન છે. 


Gujarat Election : 'ભાજપ બોખલાઇ ગયું, જુના વીડિયો ચલાવે છે;  ભૂતકાળમા ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી', રાજકોટ પહોંચેલા ઇટાલિયાનું નિવેદન


રાજકોટઃ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે ખોડલધામ ખાતે દર્શન કરવા જઈ રહ્યા છે. તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચતા કાર્યકરોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું હતું. રાજકોટમાં ગોપાલ ઇટાલીયાએ નિવેદન આપ્યું હતું  કે, ભાજપ બોખલાઇ ગયું, જુના વીડિયો ચલાવે છે. ભૂતકાળમાં પણ પાટીદાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. ભૂતકાળમા ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી.


ગોપાલ ઇટાલીયાના નામની કેન્દ્રીય મંત્રીઓ પણ માળા ફેરવી રહ્યા છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખ્યું નથી. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રી પદે થી ગાળો ભાંડી છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ. પાટીદાર આગેવાનો સાથે વાત થતા કહ્યું, આવું ન થવું જોઈએ. સ્મૃતિ ઈરાની મારા જુના વિડીયો પોસ્ટ કરે છે પણ તે ગેસના બાટલા માથે લઈને રોડ પર નાચતા હતા તેવા વિડીયો પણ તેને પોસ્ટ કરવા જોઈએ.


ગોપાલ ઇટાલીયા એરપોર્ટ ખાતે પહોંચતા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. મોટી સંખ્યામાં આમદની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા એરપોર્ટ ખાતે. એરપોર્ટ ખાતે ભારત માતાકી જય ઇન્કલાબ જિંદાબાદના નારા લાગ્યા. 
ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.