પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. ભારતીય બોટના અપહરણની વધુ એક ઘટના બની છે. જેમાં ભારતીય જળસીમા નજીકથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા 17 માછીમારો સાથે ૩ બોટના અપહરણ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા ભારતીય જળસીમા નળકથી બોટના અપહરણ થતા હોવાની ઘટનાઓ બનતી હોય છે.


અહેવાલ અનુસાર ગત રાત્રે 11 ફેબ્રુઆરીના રોજ ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી ત્રણ બોટો સાથે 17 માછીમારોના પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા અપહરણ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અપહરણ થયેલી બોટોમાં બે પોરબંદરની બોટ અને એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળે છે. બોટ અપહરણની આ વધુ એક ઘટનાને લઈને સૌરાષ્ટ્રના માછીમાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે.