નવસારી: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આદર્શ ગામમાં જ યુવા કાર્યકરોએ વિરોધનું રણશીંગ ફૂક્યું છે. ટિકિટની ફાળવણીના વિરોધમાં ચીખલી તાલુકામાં ભાજપના 50 પેજ પ્રમુખોએ બળવો કર્યો છે. છેલ્લા અનેક વર્ષોથી જોડાયેલા અને વફાદાર કાર્યકરોની અવગણ થતા યુવાનો નારાજગી થયા છે.
આયાતી ઉમેદવારોને ટિકિટ અપાઈ હોવાની આરોપ સાથે કમલ છોડીને આમ આદમી પાર્ટીમાં 50થી વધુ યુવા કાર્યકરો જોડાયા છે. જિલ્લા પંચાયતની 14 નંબરની કુકેરી સીટ પરથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.
ભાજપ પ્રદેશ પ્રમુખના આદર્શ ગામમાં બળવો, જાણો કેટલા કાર્યકરો AAPમાં જોડાયા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2021 02:28 PM (IST)
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -