ભુજઃ કચ્છમાં ભાજપે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરતાં જ ભડકો થયો છે. અબડાસા ભાજપમાં ભડકો થયો છે. જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતા મહેશોજી સોઢા નારાજ થયા છે. અબડાસાના દિગ્ગજ નેતા અને વિવિધ હોદ્દા ઉપર રહી ચૂકેલા નેતાની નારાજગી સતા પક્ષને મોટો ફટકો પડી શકે છે. અબડાસા લખપત અને નખત્રાણામાં પોતાના અપક્ષ ઉમેદવારો ઉતારશે. મહેસોજી સોઢા પોતે વાયોર બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવશે.


ભુજ પાલિકામાં ભાજપે સફાયો કર્યો છે. ભુજ પાલિકામાં બે પૂર્વ નગરપતિના પુત્રને ભાજપે ટીકીટ આપી છે. જેમાં રસિકભાઈ ઠકકરના પુત્ર ઘનશ્યામ ઠકકરને ટીકીટ અપાઈ અને બાપાલાલ જાડેજાના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજાને ટીકીટ અપાઈ છે. જ્યારે પૂર્વ નગરપતિ શંકરભાઇ ઠક્કરના ભાઈ સંજયભાઈ ઠકકરને ટીકીટ આપી છે. તો પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના પુત્ર અજયદાન ગઢવીની ટીકીટ કપાઈ છે.



માંડવી પાલિકામાં ભાજપના હારેલાને ટીકીટ મળી છે, જ્યારે જીતેલાની બાદબાકી કરી દેવામાં આવી છે. જેમાં મોટા ભાગના 3 ટર્મ જીતેલા ઉમેદવારોની બાદબાકી કરાઈ છે. હારેલા ઉમેદવારોને અલગ વોર્ડમાંથી ટીકીટ આપતા કાર્યકરો લાલધૂમ થઈ ગયા છે. આવી જ રીતે રાપર તાલુકામાં આયાતી કોંગ્રેસના નેતાને ટીકીટ આપતા પાર્ટીમાં અસંતોષ છે.



રાપર કોંગ્રેસના જિલ્લા મંત્રી ભચુભાઈ વૈદ્ય અને રાપર પાલિકાના કોંગ્રેસ નેતા દિનેશ કારોતરાને ટીકીટ મળતા કાર્યકરોમાં નારાજગી છે. જિલ્લા પંચાયતની ગાગોદર બેઠક પર કોંગ્રેસમાંથી આવેલ ભચુભાઈ વૈધને ટીકીટ આપવામાં આવી છે. તો તાલુકા પંચાયતની યાદીમાં પણ ત્રણ જેટલા મૂળ કોંગ્રેસ કુળ માંથી આવેલાને ટીકીટ આપવામાં આવી છે. ભાજપના સિનિયરોની બાદબાકી કરીને ટિકિટના આપતા કચ્છ ભજપનમાં કચવાટ છે.