ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાથી મહેસાણાના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. છેલ્લા ચાર દિવસમાં ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે ખેતી કરવી ખેડૂતો માટે મોંઘી બની ગઈ છે.


દર વર્ષે ખેતી પાછળ એકથી સવા લાખ રૂપિયાનું ડીઝલ વપરાય છે. તેની સામે ખેડૂતોને માત્ર બેથી સવા બે લાખનું ઉત્પાદન મળે છે. એમાંય જો પાક બગડે તો, ખેડૂતોની હાલત વધુ કફોડી બની જાય છે.

પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા આવેલા ખેડૂતની વાત માનીએ તો, પહેલા આઠ હજાર રૂપિયામાં બેરલ ભરાતું હતું. જેના હવે બમણા રૂપિયા થાય છે. ડીઝલમાં ભાવ વધારાથી ખેડૂતોનું બજેટ ખોરવાયું છે.

ખેડૂત હાલમાં રાયડો, દિવેલા, જીરા, વળીયાળી, સહિતનો સિયાળું રવિ પાકની કાપણી કરે છે જે પાક ને નીકળવા ડીઝલનો ઉપયોગ થાય છે તેવામાં ડીઝલ ના ભાવ વધતાં ખેડૂત પરેશાન બન્યો છે.

બદલતા સમયમાં ખેતી આધુનિક થઈ છે ખેડૂત બળદ ગાડા અને હળની ખેતી છોડી ટ્રેક્ટરથી ખેતી કરે છે જેથી ખેતીમાં ડીઝલનો વપરાશ પણ વધ્યો છે તેવામાં ડીઝલના ભાવમાં રોજે રોજ વધારો આવતા ખેડૂતનું બજેટ ખોરવાયું છે.