અમદાવાદ: હાલ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિરની પુત્રી સોનલના લગ્ન થયા હતાં. આ લગ્નમાં માયાભાઈ આહીરના ત્યાં ત્રણ દિવસ સુધી જલસો જોવા મળ્યો હતો. ગુજરાતની જાણીતી હસ્તીઓએ માયાભાઈની પુત્રીના લગ્નમાં હાજરી આપી હતી. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી હતી.


ગુજરાતની જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરની પુત્રીના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતાં. માયાભાઈ આહીરની પુત્રી સોનલે અમરેલી જિલ્લા આહીર સમાજના અગ્રણી અને ભાજપ નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ ડેર સાથે પ્રભુતામાં પગલાં પાંડ્યા હતાં.


પુત્રીના લગ્નપ્રસંગે ત્રણ દિવસ સુધી માયાભાઈ આહીરના ઘરે જલસો જોવા મળ્યો હતો. પહેલાં દિવસે રાસ ગરબા, બીજા દિવસે ડાયરો અને ત્રીજા દિવસે લગ્ન યોજાયા હતા. આ ભવ્ય લગ્ન પ્રસંગમાં ગુજરાતની અનેક હસ્તીઓ જોવા મળી હતી.


ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડો ગામે માયાભાઈ આહિરે લગ્ન પ્રસંગ રાખ્યો હતો. આ ગામે ડેર પરિવારની જાન આવી હતી. વરરાજા મોનિલ ડેર હાથી પર ચડીને આવ્યો હતો.


આ લગ્ન પ્રસંગમાં અનેક મોટી હસ્તીઓ હાજર રહી હતી. લગ્નમાં ગુજરાતના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પરશોત્તમ રૂપાલા, સાંઈરામ દવે, કિર્તીદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ, અલ્પા પટેલ અને પૂનમ માડમ જેવી અનેક હસ્તીઓ લગ્નમાં હાજર રહી હતી.


માયાભાઈ આહીરની પુત્રી સોનલ અને મોનિલ ડેર લગ્નગ્રંથીથી જોડાયા હતાં. મોનિલ ફિલ્મ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલો છે.