ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બુધવારે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્ર સાથેનું 2,17,287 કરોડનું ગુજરાત બજેટ રજૂ કર્યુ હતું.
આજે વિધાનસભામાં ચર્ચા દરમિયાન સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2019ની સ્થિતિ એ રાજ્યનું જાહેર દેવું રૂ. 2.40 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. 2017-18માં દેવામાં રૂ. 13,253 કરોડનો વધારો થયો હતો, જ્યારે 2018-19માં દેવામાં રૂ. 28,061 કરોડનો વધારો થયો હતો.
2017-18માં સરકારે રૂ. 17,146 કરોડ વ્યાજ ચૂકવ્યું હતું, જ્યારે 2018-19માં સરકારે રૂ. 18,124 કરોડ વ્યાજ ચૂકવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલમાં સરકારએ લેખિત જવાબ આપ્યો હતો.
Delhi Violence: સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપ્યું, કહ્યું- સરકારની બેદરકારીથી લોકોના જીવ ગયા
મેલાનિયા ટ્રમ્પે અમેરિકા પહોંચીને તાજમહેલનો વીડિયો કર્યો શેર, લખ્યું- ‘Breathtaking’
અમેરિકા પરત ફરીને ઈવાન્કાએ શેર કરી ખાસ તસવીરો, ભારતને લઈ કહી આ મોટી વાત
ગુજરાતનું જાહેર દેવું કેટલા કરોડને થયું પાર, રાજ્ય સરકારે વ્યાજ પેટે કેટલા કરોડ ચૂકવ્યા ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Feb 2020 02:10 PM (IST)
2017-18માં સરકારે રૂ. 17,146 કરોડ વ્યાજ ચૂકવ્યું હતું, જ્યારે 2018-19માં સરકારે રૂ. 18,124 કરોડ વ્યાજ ચૂકવ્યું હતું.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -