લાભાર્થી ખેડૂતોને સહાય બે તબક્કામાં મળવાપાત્ર છે. સહાય પૈકી પ્રથમ હપ્તો પ્લીંથ લેવલ કામગીરી પૂર્ણ થયે 15000 હજાર અને બીજો અને અંતિમ 15000 હજારનો હપ્તો પાક સંગ્રહ સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થયાની ચકાસણી બાદ મળશે.
રાજ્યના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર નીચે મુજબના ન્યુનતમ સ્પેશીફીકેશન ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા કુલ ખર્ચાના 30 ટકા અથવા 30,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. પાક સંગ્રહ સ્ટ્રક્ચરના બાંધકામ માટે બીલ રજૂ ન કરી શકે તે ખેડૂત લાભાર્થી પાસેથી ખર્ચની વિગતો સાથેનું સેલ્ફ ડીક્લેરેશન માન્ય રાખવાનું રહેશે.