ભુજઃ ગઈ કાલે ગાંધીધામના 25 વર્ષીય આરટીઓ એજન્ટની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. ભચાઉના કુંજીસર તળાવ પાસે છરીનાં ઘા મારેલ લાશ મળી આવી હતી. યુવકનું નામ જીવણ રબારી હોવાનું જાણવા મળ્યું છે અને હજુ જીવના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હોવાની વિગતો સામે આવી છે. ગઈ કાલે ભુજ આરટીઓ ઓફિસ પાસેથી જીવણનું અપહરણ થયા પછી લાશ મળી આવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ રાપરના સઈ ગામના જીવણ રબારીના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. દરમિયાન ગઈ કાલે જીવણનું આરોપીઓ દ્વારા અપહરણ કરાયું હતું. જીવણને આરોપીની પત્ની સાથે પ્રેમસંબંધ હતા. જેની જાણ આરોપીને થઈ જતા જીવણનું અપહરણ કરીને હત્યા કરી નાંખી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભુજઃ RTO એજન્ટને યુવતી સાથે હતા શારીરિક સંબંધ, યુવતીના પતિને થઈ જાણ, 15 દિવસ પહેલાં યુવકનાં થયાં લગ્ન ને..
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Dec 2020 03:42 PM (IST)
મૂળ રાપરના સઈ ગામના જીવણ રબારીના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. દરમિયાન ગઈ કાલે જીવણનું આરોપીઓ દ્વારા અપહરણ કરાયું હતું. જીવણને આરોપીની પત્ની સાથે પ્રેમસંબંધ હતા.
મૃતક યુવકની ફાઇલ તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -