શોભા લિમિટેડનાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જે. સી. શર્માએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં થઇ રહેલા ગ્રોથને ધ્યાનમાં રાખી આવનારા સમયમાં રહેણાંક માટેની માગને ધ્યાનમાં રાખીને અમે અહી પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ગિફ્ટના ડોમેસ્ટિક એરિયામાં અમે 99 વર્ષ માટે જમીન લીઝ પર મેળવી છે. ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડીંગનો આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થઇ જશે.
33 માળમાં કુલ 474 ફ્લેટ્સ હશે જેમાં કુલ કુલ સુપર બિલ્ટ એરિયા 5.24 લાખ ચોરસ ફીટ હશે. પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓ સાથે 1BHK અને 2BHK એપાર્ટમેન્ટ ઓફર કરશે. એમાં વોટર વોલ સાથે 3 માળનું એક પ્રકારનું ક્લબહાઉસ સામેલ હશે, જે 8,000 ચોરસ ફીટનાં વિશાળ એરિયાને આવરી લેશે. ઉપરાંત ક્રિકેટ પિચ, બાસ્કેટબોલ કોર્ટ, સ્વિમિંગ પૂલ, જીમ્નેશિય અને ટેનિસ કોર્ટ જેવી સુવિધા મળશે. કંપની ભારતમાં 13 રાજ્યો અને 26 શહેરોમાં કામગીરી ધરાવે છે. ગુજરાતમાં અત્યાર સુધી કંપનીની હાજરી ન હતી પણ કંપની ગિફ્ટ સીટી પ્રોજેક્ટ સાથે હવે રાજ્યમાં સક્રિય બની છે.