પંચમહાલ : ભાજપના ધારાસભ્ય (BJP MLA) સી.કે રાઉલજી (C K Raulji) અને તેમા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધારાસભ્યના પુત્રને ફોન કરી અમારા મતોથી ચૂંટણીઓ (Elections) જીતો છો, માટે અમે કહીએ એ કામો થવા જોઈએ, નહિતર અમારા ગામથી નીકળવા દઈશું નહિ તેમ કહ્યું હતું.


ઉપરાંત બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના પ્રવિણ ચારણ નામના શખ્સે ફોન કરી ધમકી આપી હોવાનો આરોપ છે. જો કે સમગ્ર મામલે ધારાસભ્યના પુત્રએ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશને (Police Staion) ફરિયાદ નોંધાવી છે.


ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૬ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૧૧૦ દિવસ બાદ કોરોનાના નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ ઉપરાંત ૨૫ માર્ચ એટલે કે ૮૧ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૦ હજારથી નીચે આવ્યો છે.


ગુજરાતમાં હાલ ૯,૫૪૨ એક્ટિવ કેસ છે જ્યારે ૨૨૩ દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં ૧૫ ફેબુ્રઆરી બાદ એટલે કે ૧૧૮ દિવસમાં પ્રથમવાર દૈનિક કેસનો આંક ૫૦થી નીચે નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ૪૭ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં એકપણ નવો કેસ નથી. અમદાવાદ ગ્રામ્ય ઉપરાંત બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૨, રાજકોટ-ભરૃચમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૦૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૮૩, વડોદરામાંથી ૧૮૦, સુરતમાંથી ૧૪૩ એમ રાજ્યભરમાંથી  ૧૧૦૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૦૧,૧૮૧ દર્દી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૭.૬૨% છે.


Coronavirus: ગુજરાત સહિત આ રાજ્યોએ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા કમર કસી, જાણો કેવી છે તૈયારી