જે લોકો માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ હશે તેમને રહેણાંક બીલમાં 100 યુનિટ વીજ બીલ માફ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે. 92 લાખ વીજગ્રાહકોને તેનો લાભ મળશે. વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી કરાઈ છે.
લોકડાઉનના કારણે બંધ ટેક્સી,રિક્ષા અને લકઝરી બસો સહિતની પરિવહન સુવિધા માટે 6 મહિના સુધીનો રોડ ટેક્સ માફ કરવામાં આવ્યો છે. 63 હજારથી વધુ વાહનચાલકોને ફાયદો થશે.
આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત નાના વેપારીઓને અપાતી લોન 1 લાખથી વધારીને અઢી લાખ સુધી કરાઈ છે. લોનનું ચાર ટકા વ્યાજ સરકાર, તો ચાર ટકા વ્યાજ લોનધારકે ભરવાનું રહેશે.