Gujarat Budget 2024: સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” ₹૧૨૫૦ કરોડની જોગવાઇ. ધોરણ-11અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે ૨૩૦૦૦ કરોડની જોગવાઇ. હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ₹૧૩૦ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-૯ થી ૧૨ ના અંદાજિત ૧ લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે ₹૨૬૦ કરોડની જોગવાઇ. વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત ₹૧૪૦૦ કરોડની જોગવાઇ.



મહેસૂલ વિભાગ માટે કુલ ૫૧૯૫ કરોડની જોગવાઇ



નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા જન સેવા કેન્‍દ્રો/ ઈ-ધરા કેન્દ્રો/ દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ કરેલ છે. દર વર્ષે અંદાજે ૯૦ લાખ લોકો આ કેન્‍દ્રોની મુલાકાત લઇ સંતોષકારક રીતે સેવાઓ મેળવે છે. નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્‍દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.   


• કપરાડા, બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરીઓના નિર્માણ સહિત અન્ય કલેક્ટર/પ્રાંત  કચેરીઓ/ક્વાટર્સના બાંધકામ માટે `૧૮૩ કરોડની જોગવાઇ.  
• સબ રજીસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણ નવિનીકરણ કરવામાં આવશે જેમાં બાંધકામ, ઓનલાઇન આઇ.ટી. વ્યવસ્થા, CCTV કેમેરા તેમજ નાગરિકો માટેની યોગ્ય સગવડો ઉભી કરવા માટે ₹૩૯ કરોડની જોગવાઇ. 
• મહેસૂલી કામગીરીનો વ્યાપ વધતા, નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગોની અંદાજે ૪૦૦ નવી જગ્યાઓ ઉભી કરવા ₹૧૮ કરોડની જોગવાઇ. 
• સરકારી જમીન પરના દબાણો અટકાવવાના હેતુથી ફેન્સિંગ/સાઇન બોર્ડની કામગીરી માટે ₹૧૩ કરોડની જોગવાઇ. 



કાયદા વિભાગ માટે કુલ ૨૫૫૯ કરોડની જોગવાઇ



• દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજય સરકાર કાર્યરત છે.  
• વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે `૨૧૧ કરોડની જોગવાઇ. 
• ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેઠાણના મકાનો માટે `૧૨૫ કરોડની જોગવાઇ. 
• હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજયની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે `૨૦ કરોડની જોગવાઇ.
• જનસંખ્યાના આધારે તાલુકાઓના ક્લસ્ટર (સમુહ) દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે રીતે ૮૦ જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઉભુ કરવા `૫ કરોડની જોગવાઈ. 
• રાજયના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સીલને સહાય આપવા `૫ કરોડની જોગવાઈ.
• તમામ ટ્રીબ્યુનલોને નવતર ટેકનોલોજીથી સુસજ્જ કરી Virtual/hybrid માધ્યમથી સુનાવણીની સુવિધા ઉભી કરવા માટે `૫ કરોડની જોગવાઇ.