ગાંધીનગર: દિવાળી પૂર્વે રાજ્યના જેલના કર્મચારીઓને રાજ્ય સરકારે મોટી ભેટ આપતા પગાર અને ભથ્થામાં વધારો કર્યો છે. જાણીએ ડિટેઇલ્સ


દિવાળીના પર્વના ગણતરીના કલાક જ બાકી છે ત્યારે દિવાળીની ભેટ આપતા રાજ્ય સરકારે જેલના કર્મચારીના પગારમાં વધારો કર્યો છે. જેલના કર્મચારીના ભથ્થામાં 3500થી 5000થી સુધીનો વધારો કર્યો છે. આ વધારાથી જેલના કર્મચારીઓના ભથ્થામાંવધારો કરતા સરકાર પર  13.22 કરોડનું ભારણ વધશે. રાજ્ય સરકારે સિપાહીને ચાર હજાર, હવલદારને 4500નું ભથ્થામાં વધારો કર્યો છે. તો સુબેદારને 5000નું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થુ પણ આપ્યુ છે.                                                                                                                                                            






 જેલ સિપાહી, હવલદાર, સુબેદારને 500 રૂ. વોશિંગ એલાઉન્સ અપાશે,ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓના જાહેર રજાના વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. જેલના ફિક્સ પગારના કર્મચારીઓને જાહેર રજા પેટે હવે  665 રૂપિયા ચૂકવવામાં આવશે. તો  ફિક્સ પગારના જેલ સહાયકોના પગારમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે.   આ વધારો પોલીસના ભથ્થામાં થયેલા વધારાની તારીખથી અમલ થશે. 


આ પણ વાંચો


સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીનો ભારે ધસારો, 4થી વધુ લોકો થયા બેભાન, 1ની હાલત ગંભીર


Earthquake:જાણીતા આ ટૂરિસ્ટ પ્લેસ પર એક કલાકમાં 1000થી વધુ ભૂકંપના તીવ્ર આંચકા, જગ્યા બંધ કરવાની પડી ફરજ


Ahmedabad Pollution: અમદાવાદના આ ચાર વિસ્તારોની હવા બની સૌથી વધુ પ્રદુષિત, AQI 300 પૉઇન્ટને પાર પહોંચ્યો


Diwali 2023: દિવાળીમાં લક્ષ્મી ગણેશના પૂજન બાદ ભૂલેચૂકે ન કરો આ કામ, નહિ તો થશે ધનહાનિ