આ ઉપરાંત અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, આગામી 27 એપ્રિલે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવશે. પુરવઠા નિગમના 219 ગોડાઉન પર ઘઉંની ખરીદી શરૂ થશે. જે 30 મે સુધી ચાલશે. આ માટે ખેડૂતોને એસએમએસથી બોલાવવામાં આવશે. ખરીદી પ્રક્રિયા દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અશ્વિનીકુમારે અન્ય મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, 20 એપ્રિલથી 10 જૂન સુધી સુજલામ સુફલામ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગામના તળાવો બંધ અને ચેકડેમ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વિનામૂલ્યે માટી આપવામાં આવશે.