ગાંધીનગર: રાજ્ય સરકારે કોરોનાને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેના અનુસાર હોલ, હોટેલ, બેંકવેટ હોલ, ઓડિટોરિયમ, કોમ્યૂનિટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી જેવા બંધ સ્થળોએ સામાજીક, ધાર્મિક, મનોરંજન કે અન્ય સમારોહ કાર્યક્રમો માટે સ્થળની કેપેસિટીના 50 ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે.
શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, સમારોહ નું આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતાના પ૦ ટકાની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.
પાર્ટી પ્લોટ, ખૂલ્લા મેદાનો,, શૈક્ષણિક, રમત- ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, કોમન પ્લોટ કે અન્ય ખૂલ્લા સ્થળોએ મેળાવડા સમારોહ માટે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ-હેન્ડ સેનીટાઇઝર સહિતની SOPનું ચુસ્ત પાલન કરવું પડશે.
જાહેરમાં થૂંકનારા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો નહિ ઢાંકનારા વ્યક્તિ રાજ્ય સરકાર દ્વારા વખતો વખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર રહેશે.
ચાર મહાનગરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂના સમયમાં લોકોને રાહત આપી છે. સાથે કર્ફ્યૂને લંબાવી દેવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ચાર મહાનગરોમાં તા. 15 મી ફેબ્રુઆરી સુધી રાત્રીના 11 થી સવારે 6 સુધી કરફ્યુનો અમલ રહેશે.
ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ 27 જાન્યુઆરીએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે.
જાહેર કાર્યક્રમને લઈને રૂપાણી સરકારે શું કરી મોટી જાહેરાત ? કયા નિયમોનું કરવું પડશે પાલન ? જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jan 2021 01:51 PM (IST)
અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ ૯૬.૯૪ ટકા પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -