ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી હતી. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી અટકેલી ફાઇલોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અલગ અલગ વિભાગની નાણાં વિભાગ સાથે બજેટ અંગે બેઠક કરશે.


જીતુ વાઘાણીએ કહ્યું કે પ્રવાસી શિક્ષકો અંગેની પણ મંજૂરી આપવામાં આવી છે. 27 હજાર રૂપિયાની મર્યાદામાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક આપવામાં આવશે. દિવસના છ તાસ પરંતુ 27 હજાર રૂપિયાનો પગાર ન વધે તે મુજબ નિમણૂક કરાશે. તેમણે કહ્યું કે આવતીકાલે મુખ્યમંત્રી મુંબઇ જશે. તેઓ સાંજે મુંબઇમાં રોડ શો કરશે. ત્યારબાદ આઠ અને નવ ડિસેમ્બરના રોજ દુબઇ જશે.  દુબઈમાં પણ વાઇબ્રન્ટ સમિટ માટે ઉદ્યોગકારોને મળશે. UAEના ફોરેન મંત્રી સાથે મુલાકાત કરશે. 9  ડિસેમ્બરે  CM અબુધાબી જશે.


વાઘાણીએ કહ્યું કે રાજસ્થાનના મંત્રીએ પાણી સંબંધે વાત કરી છે. અમે કોઈને પાણી નહિ આપીએ તેવી વાત રાજસ્થાનના મંત્રીએ કરી છે. રાજ્ય રાજ્ય વચ્ચે વૈમનસ્ય ઊભો કરવાનો કોંગ્રેસનો પ્રયાસ છે. ગુજરાત વર્ષોથી રાજસ્થાનને પાણી આપે છે.  559 કરોડ રૂપિયા ગુજરાત સરકારે લેવાના બાકી નીકળે છે. વાયબ્રન્ટ સમિટમાં આવનારા લોકો માટે પણ કોરોનાની માર્ગદર્શિકા લાગુ પડશે. માત્ર 12 દેશો જ નહિ પરંતુ તમામ વિદેશી મહેમાનોએ માર્ગદર્શિકા લાગુ પડશે. વાયબ્રન્ટ સમિટમાં આવનાર તમામ મહેમાનોને માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.


ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદોઃ હવસખોરને ફટકારી આજીવન કેદની સજા


બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે, હવામાન વિભાગની આગાહી


DGCA On International Flights: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, Omicromના ખતરા વચ્ચે થયો ફેંસલો


ગુજરાત કોંગ્રેસની કમાન કયા દિગ્ગજ નેતાને સોંપાશે? કોણ બનશે વિપક્ષના નેતા?