ગાંધીનગર: ગાંધીનગરમાં 13 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એક જ દિવસમાં 16 MOU કરવામાં આવ્યા છે.  જેના પરિણામે ગુજરાતમાં  12 હજાર કરોડથી વધુ સંભંવિત રોકાણ થશે. આ રોકાણના પગલે 13 હજારથી વધુ લોકો માટે રોજગારીની તકો ઉભી થશે.


આ MOUના કારણે રાજ્યમાં કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણ થશે. આ એકમો 2024-25 સુધીમાં ઉત્પાદન શરૂ કરશે તેવી ધારણા છે.


આ MOU ના પગલે દહેજ ઉદ્યોગ વસાહતમાં 5 , સાણંદમાં 3,  ભરુચના ઝઘડીયામાં 3, પાનોલીમાં 2  તેમ જ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં 1-1 ઉદ્યોગ શરૂ થશે. 


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા માટે ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ ની જાહેરાત ઓક્ટોબર-2022માં કરવામા આવી હતી. 


Gujarat Weather: હવામાન વિભાગે 5 દિવસ કમોસમી વરસાદની કરી આગાહી, ખેડૂતોને કરી આ અપીલ


હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં પાંચ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી છે. 15, 16 અને 17 માર્ચે વરસાદની આગાહી છે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 13 અને 14 માર્ચે વરસાદ રહેશે. 15 માર્ચથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રહેશે, 16 માર્ચે કેટલાક સ્થળે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે, 17 માર્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે.  અમદાવાદમાં આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 15 થી 17 વરસાદ રહેશે. ખેડૂતોને  પાક થઈ ગયો હોય લઈ લેવા વિનંતી છે. સૌથી વધુ સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન છે. બે દિવસ કોઈ ફેરફાર નહીં થાય.


માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન ડબલ સીઝન પણ અનુભવાય તેવી સંભાવના છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં માવઠાની આગાહી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છનો સમાવેશ થાય છે.આગામી પાંચ દિવસ દરમિયાન માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. આમ, કેટલાક સ્થળોએ ફરી ડબલ સીઝન અનુભવાય તેવી સંભાવના છે. 


આગામી પાંચ દિવસ કયા જિલ્લામાં માવઠાની આગાહી?



  • 13 માર્ચ : બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છ.

  • 14 માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ.

  • 15 માર્ચ: નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ, કચ્છ.

  • 16 માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છ.

  • 17 માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ.