અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવ છે. જોકે ટેસ્ટની સંખ્યા અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી ઓછી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૬૩,૧૯૮ કોરોના ટેસ્ટ થયા છે, જે કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા ટોચના ૭ રાજ્યોમાં સૌથી ઓછા છે. તામિલનાડુમાં સૌથી વધુ ૧૦,૭૭,૪૫૪ વ્યક્તિના કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે.


તામિલનાડુ દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં ૧૦ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તામિલાનાડુ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી હોવા છતાં તેમણે કેસની સંખ્યામાં કોઈ કાપ મુક્યો નથી.

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ ૧.૬૪ લાખ છે જ્યારે ત્યાં ૯.૨૬ લાખના ટેસ્ટ થયા છે. એક અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૯માં મહારાષ્ટ્રની વસતી ૧૨.૨૧ કરોડ છે. આમ, મહારાષ્ટ્રમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૭૫૮૮ વ્યક્તિના ટેસ્ટ થઇ ચૂક્યા છે.

કોરોના કેસના મામલે દિલ્હી 83077 કેસ સાથે બીજા ક્રમ પર છે. અહીં કુલ 4.98 લાખ ટેસ્ટ થયા છે. આમ દિલ્હીમાં સરેરાશ 10 લાખની વસ્તીએ કુલ 25155ના ટેસ્ટ થયા છે.

ગુજરાતની વાત કરીએ વસ્તી હાલમાં 6.19 કરોડ આસપાસ છે. જેને જોતા રાજ્યમાં કુલ પ્રતિ 10 લાખની વસતીએ 5348 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં 27 જૂન સુધીમાં કુલ 82.27 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં જે કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાં ગુજરાતનું પ્રમાણ 4 ટકાથી પણ ઓછું છે. ગુજરાતાની વાત કરીએ તો રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે 1.31 લાખ ટેસ્ટ થયેલા છે. જ્યારે અમદાવાદમાં કુલ કેસ 20480 છે. આમ અમદાવાદમાં પ્રતિ 100 ટેસ્ટમાંથી 15થી વધારે વ્યક્તિ કોરોનાના કેસ મળી આવ્યા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી સૌથી વધુ ટેસ્ટમાં સુરત બીજા, વડોદરા ત્રીજા, જુનાગઢ ચોથા અને ભાવનગર પાંચમાં સ્થાને છે.