છોટાઉદેપુર : રાજયકક્ષાના આરોગ્ય તેમજ આદિજાતિ વિકાસ મંત્રી નિમિષા સુથાર કોરોના સંક્રમિત થયા છે. રાજયકક્ષાના આરોગ્ય પ્રધાન નિમિષા સુથારનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યપ્રધાન થયા સેલ્ફ કવોરંટાઈન થયા છે. છેલ્લા થોડા સમયમાં તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ કોરોના રિપોર્ટ કરાવવા સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું. 


તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, મારો RT-PCR ટેસ્ટ નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું સેલ્ફ કોરંટાઈન થઇ છું, તબિયત સારી છે. આથી છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો/સ્નેહીજનો ને સાવચેતીના ભાગરૂપે જરૂરી તકેદારી રાખવા અને લક્ષણો જણાતા કોવિડ ટેસ્ટ કરાવવા અનુરોધ કરું છું.


પ્રભારી મંત્રી નિમિષા સુથારની નાદુરસ્ત તબિયતને લઈ જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજારોહણ કરાયું. મંત્રી નિમિષા સુથારના હસ્તે ધ્વજારોહણ થવાનું હતું. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર થઈ હતી. 


સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજયકક્ષાના મંત્રી આર. સી. મકવાણા કોરોના સંક્રમિત થયા  છે. કોરોનાના લક્ષણો જણાતા આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. હાલ મંત્રી નિવાસ સ્થાને હોમ આઈસોલેટ થયા છે. અગાઉ કૃષિ મંત્રી રાધવજી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. રાધવજી પટેલે પોતાના ટ્વિટ એકાઉન્ટ પર ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી હતી. કૃષિ મંત્રી રાધવજી પટેલે ટ્વિટ કરતા કહ્યું, આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.


નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કોંગ્રેસના પ્રતાપ દૂધાત, અનિલ જોશીયારા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર,  વિક્રમ માડમ સહિતના ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સિવાય ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી થયા કોરોના પોઝિટિવ થયા છે. આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસુલ મંત્રી અત્યારે હોમ આઇસોલેટમાં છે.