ગાંધીનગરઃ આરોગ્ય કર્મીઓની વિવિધ માંગો પર ચર્ચા આજે થઈ છે. સાત મંત્રીઓએ સાથે બેસીને વાત સાંભળી છે. પીટીએ તેમજ કોરોના કાળમા થયેલા કામના વેતનની માંગ હતી. એક કલાક ચર્ચા ના અંતે એક સહમતી પર આવ્યા, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કર્મચારીઓની બે માંગ પીટીએ અને ૧૩૦ દિવસના પગાર બાબતે આગળ વધી અમલ થશે. 


સરકારમા અહેવાલ આપી ઝડપથી માંગો મંજૂર કરવામાં આવશે. આરોગ્યકર્મીઓની માંગો બાબતે સકારાત્મક રહી ઠરાવના પ્રયત્નો થશે. આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ કહ્યું કે, સરકાર એક માસમા બેઠકો કરી ત્વરિત નિર્ણય કરવાની ખાતરી આપી છે. આરોગ્ય મંત્રી ઋશિકેશ પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રીઓએ ખાતરી આપી છે.


સરકારી કમિટીએ ૨૩મા દિવસે સારા વાતાવરણ ચર્ચા થઈ. સરકાર ને બિરદાવીએ છીએ . અમારી વેદના ને ધ્યાને લીધી છે તે માટે આભાર માનીએ છીએ. એક મહિના મા જો અમારી માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો અમે આંદોલન કરીશું. સંકલન સમેટીમાં આંતરિક વિખવાદ છે. અમુક સમિતિના અમુક સભ્યોએ માગ સ્વીકારી જ્યારે અમૂકે ન સ્વીકારી.


India Coronavirus Case: દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 439 નવા કેસ નોંધાયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 2151 નો ઘટાડો થયો છે. 2031 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 65 હજાર 732 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 25 હજાર 24 લોકો કોરોના મુક્ત થયા છે. 


ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ



  • 29 ઓગસ્ટે 7591 નવા કેસ નોંધાયા અને 45 સંક્રમિતોના મોત થયા.

  • 28 ઓગસ્ટે 9436 નવા કેસ નોંધાયા હતા અને 30 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

  • 27 ઓગસ્ટે 9520 નવા કેસ નોંધાયા અને 41 લોકોએ જીવ ગુમાવ્યા.

  • 26 ઓગસ્ટે 10,256 નવા કેસ નોંધાયા અને  68 લોકોના મોત થયા

  • 25 ઓગસ્ટે 10,725 નવા કોરોના કેસ નોંધાયા 36 સંક્રમિતોના મોત થયા હતા.

  • 24 ઓગસ્ટે 10,649 નવા કેસ નોંધાયા અને 36 સંક્રમિતોના મોત થયા હતા.

  • 23 ઓગસ્ટે 8586 નવા કેસ નોંધાયા અને 48 સંક્રમિતોના મોત થયા હતા.

  • 22 ઓગસ્ટે 9531 કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.

  • 21 ઓગસ્ટે 11,539 નવા કેસ નોંધાયા અને 43 લોકોએ જીવ ગુમાવ્યા.

  • 20 ઓગસ્ટે 13,272 નવા કેસ નોંધાયા અને 83 સંક્રમિતોના મોત થયા.

  • 19 ઓગસ્ટે 15,754 નવા કેસ નોંધાયા હતા અને 39 લોકોના મોત થયા હતા.

  • 18 ઓગસ્ટે 12608 નવા કેસ નોંધાયા હતા.

  • 17 ઓગસ્ટે 9062 નવા કેસ નોંધાયા અને 36 સંક્રમિતોના મોત થયા હતા.

  • 16 ઓગસ્ટે 8,813 નવા કેસ નોંધાયા અને 29 સંક્રમિતોના મોત થયા હતા.

  • 15 ઓગસ્ટે 14,917 નવા કેસ નોંધાયા અને 32 લોકોના મોત થયા હતા.

  • 14 ઓગસ્ટે 14,092 નવા કેસ નોંધાયા અને 41 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા.

  • 13 ઓગસ્ટે 15,815 નવા કેસ નોંધાયા અને 68 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  • 12 ઓગસ્ટે 16,561  નવા કેસ નોંધાયા હતા.

  • 11 ઓગસ્ટે 16, 299 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોના મોત થયા હતા.

  • 10 ઓગસ્ટે 16,047 નવા કેસ નોંધાયા અને 54 દર્દીના મોત થયા.

  • 9 ઓગસ્ટે 12,751 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

  • 8 ઓગસ્ટે 16,167 નવા કેસ નોંધાયા અને 41 સંક્રમિતોના મોત થયા હતા.

  • 7 ઓગસ્ટે 18,738 નવા કેસ નોંધાયા અને 32 સંક્રમિતોના મોત થયા.

  • 6 ઓગસ્ટે 19406 નવા કેસ નોંધાયા અને 49 લોકોના મોત થયા.

  • 5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.

  • 4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.

  • 3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  • 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.

  • 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.