અમદાવાદઃ રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતાં જો કોઇ પકડાઇ જશે તો તેની હવે ખેર નથી. ગુજરાત હાઇકોર્ટે ચાઈનીઝ દોરી અને તુક્કલના પ્રતિબંધનો અમલ કરવા માટે આજે મહત્વનો આદેશ આપ્યો હતો. ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતાં જો કોઈ પકડાશે તો તેની સામે ન માત્ર IPC હેઠળ ગુનો નોંધાશે. પરંતુ સાથે સાથે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.
હાઈકોર્ટે રાજ્ય સરકારને સોમવાર સુધીમાં હેલ્પલાઈન બનાવવાનો પણ આદેશ કર્યો હતો. સાથે જ ટકોર કરી કે આ કામ માત્ર કાગળ પર નહીં પરંતુ જમીની હકીકત પર કામ થવું જોઈએ. હાઈકોર્ટે સરકારને ખાનગી ચેનલના CEO સાથે સંવાદ કરી જરૂરી પગલાં લેવા સૂચન પણ કર્યું હતું.
તો રાજ્ય સરકાર ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે લોકજાગૃતિ ફેલાવશે. આ માટે શહેરોમાં LED સ્ક્રીન પર સંદેશ અપાશે. સાથે જ શાળા-કૉલેજમાં જાગૃતિ અભિયાન ચલાવશે.
રાજ્ય સરકાર શહેરોમાં લગાવેલી એલઇડી સ્ક્રીનનો ઉપયોગ કરીને જાગૃતતા ફેલાવશે. શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓના નૈતિક મૂલ્યના પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ અભિયાન ચલાવાશે. રાજ્ય સરકારે કરેલા સોગંદનામાં બાબતે હાઇકોર્ટે ટાંક્યું હતું કે માત્ર કાગળ પર નહીં જમીની હકીકત પર કામ થવું જોઈએ.
ગીર સોમનાથ: ત્રણ દિવસથી ભારે પવનના કારણે કેસર કેરી પકવતા ખેડૂતો ભયભીત
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પવન ફૂંકાવવાના કારણે કેસર કેરી પકવતા ખેડૂતો ભયભીત બન્યા છે. આ વર્ષે આંબા પર સારા પ્રમાણમાં ફ્લાવરિંગ થતા ખેડૂતો ખુશખુશાલ હતાં. જોકે છેલ્લા ત્રણ દિવસથી કાતિલ ઠંડી અને ભારે પવન ફૂંકાતા ખેડૂતોને ફ્લાવરિંગ ખરી પડવાનો ભય સતાવી રહ્યો છે. જોકે બાગાયત વિભાગના અધિકારીઓનો દાવો છે કે આ વર્ષે કેસર કેરીના પાકને જોઈએ તેવું વાતાવરણ મળ્યું છે.
બાગાયત વિભાગનો દાવો છે કે અત્યાર સુધીમાં 80 ટકા ફ્લાવરિંગ થઈ ચૂક્યું છે. જેના પ્રમાણમાં રોગચાળો નહીંવત છે. આ વર્ષે કેસર કેરીનું બમ્પર ઉત્પાદન થશે. નોંધનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં 16 હજાર હેકટર વિસ્તારમાં કેરીનું વાવેતર છે. તાલાલા તાલુકામાં 9થી 10 હજાર હેકટરમાં વાવેતર થયું છે. જો વાતાવરણ સારૂ રહ્યું તો આ વર્ષે એપ્રિલ મહિનાથી જ માર્કેટમાં ધમાકેદાર આવક થશે
ગીર સોમનાથ: ઉના સરકારી હોસ્પિટલમાં આરોગ્ય નિયામકની અચાનક મુલાકાત, અનેક ચોંકાવનારી બાબત સામે આવી
ગીર સોમનાથ: ઉના સરકારી હોસ્પિટલની આરોગ્ય નિયામક દ્વારા અચાનક જ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન સફાઈ, કેમીકલ તેમજ દર્દીનાં તકીયા ચાદર, પગાર બાબતે અધિક્ષકને જાહેરમાં ખખડાવ્યા હતા. ગીતાનો 11મો અધ્યાય વાંચી લેવા જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં 70થી વધુ ગામના લોકો સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે. ઉના તાલુકો એટલે ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટો તાલુકો અને વસ્તીની ગીચતા પણ એટલીજ છે. નજીક માં પ્રવાસન સ્થળ દીવ અને તુલસીશ્યામ જેવા સ્થળો પણ આવેલા છે. જેથી બહાર થી આવતા યાત્રીઓ પણ આકસ્મિક ઘટનામાં પ્રવાસીઓ પણ આજ સરકારી હોસ્પિટલ નો ઉપયોગ કરતા હોય છે.
ઉનાની આલીશાન અને મોટી ઇમારત જોઈ લાગશે કે અહી દર્દીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે. પરંતુ નહિ!. આ ઉના તાલુકાની સરકારી હોસ્પિટલની આજે પોલ ખુલી પડી છે. કારણ કે ભાવનગરથી આરોગ્ય નિયામકે અચાનક આ હોસ્પિટલની મુલાકાત લેતા અનેક ચોંકાવનારી બાબત સામે આવી હતી