રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ દરમિયાન રાજકીય પક્ષો, નેતાઓ દ્વારા કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. હાઈકોર્ટે આદેશ કરતાં કોરોના પર કાબુ મેળવવા કડક પગલાં ભવા અને બેદકારી ન દાખવવા, સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાવવા આદેશ કર્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
હાઈકોર્ટે કહ્યું, નેતાઓ ધ્યાન નહીં રાખે તો પ્રજા જાગૃત નહીં થાય. નાના-મોટા તમામ રાજકીય નેતા, પક્ષોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. રાજકીય નેતાએ લોકો ભેગા થાય તેવા કાર્યક્રમ ગોઠવી જનતાને ગેરમાર્ગે ન દોરવી જોઈએ. નિયમોના ઉલ્લંઘનને નેતાએ પ્રોત્સાહન ન આપવું જોઈએ. નિયમો બધા માટે એક સરખા જ છે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું, સરકારે અમદાવાદ અને સુરત પરથી દાખલો લેવાની જરૂર હતી. સરકાર પ્રો એક્ટિવ હોત તો સુરતના અનુભવ પછી રાજકોટ અને જામનગરની આ દશા ના થઈ હોત. જ્યાં કોરોના કેર વધે છે તે પછી જ સરકાર દોડે છે. પહેલાથી જ સલામતીના પગલા લેતી નથી. સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરનારા મોટાભાગે શિક્ષિત લોકો જ હોય છે.
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
સરકારની ગાઈડ લાઈનનું પાલન કરો. સરકારે જે કાંઈ નિયમો જાહેર કર્યા છે તે લોકોની સુખાકારી માટે છે તેમ હાઇકોર્ટે જણાવ્યું હતું.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ