Gujarat Hooch Tragedy News: બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. ધંધુકા તાલુકામાં 10 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપને આ મુદ્દે ઘેરવાનું શરૂ કર્યું છે.


પોલીસ 30 ટકા , ભાજપના લોકો 30 ટકા અને બાકી બુટલેગર એમ ત્રણ લોકોની ભાગીદારી થી ગુજરાતમાં દારૂ વેચાય છેઃ જગદીશ ઠાકોર


ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, લઠ્ઠાકાંડમાં જેના મૃત્યુ થયા તેમના પરિવારને સાંત્વના પાઠવું છું. વારંવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ કેમ થાય છે તે સવાલ ઊભા થાય છે. પોલીસ તંત્ર અને ભાજપ સરકારે આ લઠ્ઠાકાંડને દબાવી રાખ્યું છે. પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર છે, આ મારો આક્ષેપ નથી સાબિત કરી શકું છું. ગૃહમંત્રી મારી સાથે આવે તો સાબિત કરી શકું છું કે ગુજરાતમાં કન્ટેનરમાં દારૂ આવે છે. કન્ટેનર આવે ત્યારે 100 ગાડીઓ તેનું કટિંગ કરીને લઈ જાય છે. દારૂનું કટિંગ થાય ત્યારે કોણ હોલસેલર બનશે તેની સિન્ડિકેટ ગુજરાતમાં ચાલે છે. પોલીસ 30 ટકા , ભાજપના લોકો 30 ટકા અને બાકી બુટલેગર એમ ત્રણ લોકોની ભાગીદારી થી ગુજરાતમાં દારૂ વેચાય છે.


શું કહ્યું ભાજપના નેતાએ


આ દરમિયાન ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- લઠ્ઠાકાંડમાં જે લોકોનાં મોત થયા છે તેને લઇને હું દુખની લાગણી વ્યક્તિ કરું છું. પરિવારને દુખ સહન કરવાની ભગવાન શક્તિ આપે.ઝેરનો વેપલો કરનારા રાક્ષસો છે. એક વ્યક્તિના નશો કરવાથી આખો પરિવાર બરબાદ થતો હોય તો નશો ન કરવો જોઇએ. યુવાનોને ઝેરના વેપલાથી દુર રહેવા અલ્પેશ ઠાકોરે ટકોર કરી કહ્યું, દારુ વેચનારા એક પ્રકારના રાક્ષસોને સજા થવી જોઇએ.


દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ