Gujarat: ગુજરાતમાં શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાસહાયકના આંતરિક જિલ્લા બદલી કેમ્પની સત્તાવાર જાહેરાત કરી છે, 2જી જૂનથી આંતરિક જિલ્લા બદલી માટે અરજી કરવાની શરૂઆત થઇ જશે અને 1લી જુલાઈ સુધી મંજૂર થયેલી અરજીના ઓર્ડર કરવામાં આવશે. 


જિલ્લા બદલી માટે અગાઉ કરેલી અરજી રદ્દ કરવામાં આવી છે. જિલ્લા આંતરિક બદલી કરાવવા ઈચ્છતા શિક્ષકો, વિદ્યાસહાયકોને નવેસરથી અરજી કરવાની રહેશે, શિક્ષકો, વિદ્યાસહાયકોએ આંતરિક જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની
રહેશે. 


31 મે સુધી નિવૃત્ત થતાં શિક્ષકોની જગ્યાએ પણ બદલી માટે અરજી કરી શકાશે. અરજી કર્યા બાદ સુધારો કરવા માટે પણ શિક્ષકો, વિદ્યાસહાયકોને એક તક આપવામાં આવશે. જિલ્લા વિભાજન કે નિવૃત્ત શિક્ષકની જગ્યામાં ભૂલ હશે તો જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી સામે કાર્યવાહી થશે. 


2 જૂનથી 7મી જૂન સુધી શિક્ષકો, વિદ્યાસહાયકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે, 8 થી11 જૂન અરજી સુધારા, રદ્દ કરવા અને પ્રિન્ટ કાઢવાની કામગીરી થશે. 12થી 15 જૂન તાલુકા કક્ષાએ અરજી માન્ય કે અમાન્ય કરતા કારણ સાથેની યાદી જિલ્લા કક્ષાએ મોકલવાની રહેશે.  


16 થી 19 જિલ્લાકક્ષાએ અરજી મંજૂર કે નામંજૂર કર્યાના કારણ સાથેની અરજી અપલોડ કરવાની કામગીરી 20 થી 26 અરજી અંગે આધાર પુરાવા સાથે શિક્ષકો, વિદ્યાસહાયકોએ વાંધા અરજી જિલ્લાકક્ષાએ રજૂ કરવાની રહેશે. 27 થી 29 રાજ્યક્ષાએ અરજીનું વેરીફીકેશન કરવામાં આવશે. 30 જૂનથી 1લી જુલાઈ મંજૂર થયેલી અરજીના ઓર્ડર કરવામાં આવશે.


 


Gandhinagar: વિદ્યાસહાયક ભરતીમાં ફાઇનલ મેરિટ જાહેર થયાના ચાર મહિના છતાં નથી કરવામાં આવી જિલ્લા પસંદગી


ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્ધારા વિદ્યાનસભાની ચૂંટણી પહેલા 10 ઓક્ટોબર 2022ના રોજ રાજ્યના વધુ ઘટ ધરાવતા જિલ્લાઓ માટે 2600 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરી હતી જેમાં જાન્યુઆરીમાં ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે વિદ્યા સહાયક ભરતીમાં ફાઇનલ મેરિટ સાથે જ જિલ્લા પસંદગી કરાવવામાં આવે છે પરંતુ આ વખતે ચાર મહિના જેટલો સમય થઇ ગયો છતાં જિલ્લા પસંદગી કરવામાં આવી નથી. ઉમેદવારો છેલ્લા ચાર મહિનાથી જિલ્લા પસંદગી માટે ગાંધીનગરમાં સતત રજૂઆતો કરી રહ્યા છે. કોગ્રેસ નેતા મનીષ દોશીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાઓમાં સ્થિતિ ખરાબ છે. 1657માંથી સૌથી વધુ 1363 શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જ્યારે બાકીની 294 શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારની છે. તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જિલ્લા પસંદગી ન થવાથી વિદ્યા સહાયક ઉમેદવારોની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઇ રહી છે. હાલ રાજ્યમાં આવેલ આશ્રમ શાળાઓમાં 850 જેટલી જગ્યાઓ પર શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યા સહાયક ભરતીમાં મેરિટમાં રહેલા ઉમેદવારોએ પણ આ ભરતીમાં ઉમેદવારી કરેલી છે. આશ્રમ શાળામાં ઉમેદવારોને તમામ ઓરિજનલ પ્રમાણપત્રો જમા કરાવવાના અને બોન્ડ જેવા નિયમો લાગુ પડતા હોય છે ત્યારે વિદ્યા સહાયક ભરતીમાં જિલ્લા પસંદગી ન થવાથી આશ્રમ શાળામાં નિમણૂક લેવી કે ના લેવી તેની અસમંજસમાં ઉમેદવારો માનસિક તણાવ અનુભવી રહ્યા છે.


Education Loan Information:

Calculate Education Loan EMI