ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં વીંડફાર્મ કમ્પનીની દાદાગીરીઓ સામે આક્રોશ ઠાલવ્યો છે. સરકાર અને તંત્ર વિંડફાર્મ કંપનીઓની મદદ કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કાયદાકીય સ્થિતિ ચકાસ્યા વગર જ પોલીસ પ્રોટેક્શન અપાયાનો આક્ષેપ કર્યો છે. આગળ વાંચો પાલભાઈ આંબલિયાનો મુખ્યમંત્રીને પત્ર.....


પાલભાઈ આંબલિયાએ લખેલો પત્ર.....


જય કિસાન સાથ જણાવવાનું કે દ્વારકા જિલ્લામાં વિવિધ વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા અલગ અલગ સ્થળો પર પોતાના વીંડફાર્મ ઉભા કરવામાં આવી રહ્યા છે આ દરેક વીંડફાર્મ જે પાવર જનરેટ કરે છે તેને સરકાર દ્વારા સ્થાપિત 66 kv સબ સ્ટેશન સુધી લઈ જવા માટે વીજ વહન લાઈનો ઉભી કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કંપનીઓને જમીન ફાળવવામાં આવે તેમની પાસેથી વીજ ખરીદી કરે, વીજ વહન કરે તેના અમે ખેડૂતો ક્યારેય વિરોધી હોઈ શકીએ નહિ પરંતુ છેલ્લા વર્ષોમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે ઘણી ચિંતા જનક છે. સરકારી તંત્ર અને પ્રશાસન જાણે ખાનગી વીજ કંપનીઓ માટે જ કામ કરી રહી હોય તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. છેલ્લા વર્ષોમાં કંપનીઓ દ્વારા ખેડૂતોના ઉભા પાકમાં ભરેભરખમ મશીનો ચલાવવા હુકમ એક સર્વે નંબર નો અને અને અન્ય ખેડૂતોને પણ એ જ હુકમના આધારે ડરાવવા ધમકાવવા માટે પોલીસ નો પણ ખોટો ઉપયોગ આ ખાનગી વીજ કંપનીઓ કરી રહી છે. પોલીસ તંત્ર પણ જાણે હરખભેર ખાનગી કંપનીના દૂર ઉપયોગને સ્વીકારી લેવા ઉત્સુક હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં જામનગર જિલ્લામાં બનેલી એક ઘટનામાં નામદર કોર્ટે આ બાબતે પોલિસ તંત્રને ફટકાર લગાવી હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા.


મહોદયશ્રી ગઈકાલે કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામના જે વિડિઓ સોશિઅલ મીડિયામાં ફરી રહ્યા છે, જે મીડિયાના અહેવાલો સામે આવ્યા છે, તેમાં ખેડૂતો જાણે મોટા ગુનેગાર હોય એવીરીતે પોલીસ નો મોટો કાફલો લઈ ખેડૂતોને ડરાવી ધમકાવી તેમના પર દમન ગુજારી જબરજસ્તી વિજપોલ ઉભા કરવા આ વાત કેટલી ઉચીત છે ???


ખાનગી વીજ કંપનીએ શું બધું જ કાયદા મુજબ જ કામ કર્યું છે ?? ખાનગી કંપની લવાદી દાખલ કરી નામદર પ્રાંત સાહેબ પાસે કામ કરવા માટેનો હુકમ માટે જાય છે ત્યારે કે ખાનગી કંપની પ્રોટેક્શન માંગે ત્યારે નામદર નાયબ કલેક્ટર સાહેબ કે પોલીસ પ્રોટેક્શન આપે, કામ કરવાનો હુકમ કરે એમાં હૂઁ સહમત છું પણ હુકમ કરતા પહેલા કે પ્રોટેક્શન આપતા પહેલા શું કંપનીની કામગીરીની કાયદેસરતા તપાસવી જોઈએ કે નહીં ?? કંપની જે વીજ લાઇન ઉભી કરવા માટે હુકમ કે પોલીસ પ્રોટેક્શન માટે અરજ કરી રહી છે તે લાઈનને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે નહીં ??? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર દ્વારા મંજુર કરાયેલી વીજ લાઇનનો જે રૂટ છે એ જ રૂટ પર વીજ લાઇન ખોડવામાં આવે છે કે નહીં કે આખેઆખો રૂટ બદલાઈ ગયો છે તેની પણ ખરાઈ કરવી જોઈએ, નામદર કલેકટર જે જે સર્વે નંબર માટે હુકમ કરે એ જ સર્વે નંબરમાં ખાનગી કંપનીને પ્રવેશવાનો અધિકાર મળે છે અને એજ સર્વે નંબર માટે પોલીસ પ્રોટેક્શન એમને મળે છે નહીં કે હૂકમ થયેલા સર્વે નંબરની આસપાસના બધા જ ખેતરમાં પોલીસની ઉપસ્થિતિમાં કંપની પોતાની મનમાની કરે નામદર નાયબ કલેક્ટર જે સર્વે નંબરમાં હુકમ કરે છે તે હુકમથી આખા સર્વે નંબર ખૂંદવાનો કંપનીને અધિકાર નથી મળતો એના માટે પણ નિયત કરેલા ચોરસ મીટર જગ્યાનો જ કંપની ઉપયોગ કરી શકે છે કંપનીને આસપાસના બધા ખેતર કે જેનો હુકમ જ નથી તે ખેતરોમાં પ્રવેશ એ બિન અધિકૃત પ્રવેશ ગણાય તેમાં કંપનીએ કાયદેસર ગુનાહીત કૃત્ય કરેલું ગણાય અને તેની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવી જ ઘટે.


મહોદયશ્રી કલ્યાણપુર તાલુકાન રાજપરા ગામે બનેલી ઘટના બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે પોલીસની ઉપસ્થિતિમાં જે ખાનગી વીજ કંપની દ્વારા નામદર નાયબ કલેકટરના હુકમને આગળ કરી પોલીસ પ્રોટેકશન મેળવી તે વીજ કંપનીએ આ વીજ લાઇન સક્ષમ સતા મંડળે મંજુર કરેલી છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવે, મંજુર થયેલી વીજ લાઈનના મૂળ રૂટ મુજબ જ લાઇન ઉભી થઇ છે કે કેમ તે ખરાઈ કરવામાં આવે, નામદર નાયબ કલેક્ટર સાહેબ જો હુકમ કર્યો હોય તો કયા સર્વે નંબર માટે હુકમ કરવામાં આવ્યો હતો અને તેની સામે પોલીસની ઉપસ્થિતિમાં કયા ક્યા સર્વે નંબરમાં ખાનગી કંપની દ્વારા અનધિકૃત પ્રવેશ કરવામાં આવ્યો છે તે તપાસ કરવામાં આવે જો અનધિકૃત પ્રવેશ સાબિત થાય તો લગત ખાનગી કંપની સામે પણ કાયદેસર ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે.