રાજયના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા લાંચિયા પોલીસ કર્મચારીઓ સામે લાલ આંખ કરતાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયેલા 10 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. આ તમામની સાગમટે દૂરના સ્થળે બદલી કર્યા પછી તમામ પોલીસ કર્મચારીઓને સંબંધિત સ્થળે હાજર થયા બાદ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાના આદેશો પણ કર્યા છે.
પોલીસ વડાએ આ પોલીસ સામે પગલાં લીધાં છે. પ્રભુદાસ ડામોરની ડાંગ બદલી કરાઈ છે. ક્રિશ્ના બારોટના ગાયકવાડ હવેલીથી પોરબંદર, દિલીપચંદ્ર જી બારોટની પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બદલી કરવામાં આવી છે. સુભાષ શર્માની આણંદથી ભાવનગર, હીરાભાઈ પરમાભાઈની બોકાર પોલીસ સ્ટેશન (મહિસાગર)થી પોરબંદર, નારણ ભરવાડની ખેડાથી પોરબંદર, આલાભાઈ જેઠાભાઈ ખેડાથી પોરબંદર, પ્રવિણ ચંદ્રાલાની હળવદ પોલીસ સ્ટેશનથી છોટા ઉદેપુર, કિરિટી ઝાલાની વાંકાનેરથી તાપી, રવિન્દ્ર ચૌહાણી બગવદરથી તાપી બદલી કરવામાં આવી છે.
દિલીપચંદ્ર બારોટ રૂ. 100, સુભાષ શર્મા રૂ. 500, હીરાભાઈ પરમાભાઈ રૂ.2500, નારણ ભરવાડ રૂ. 10,000, આલાભાઈ જેઠાભાઈ રૂ. 10,000, પ્રવિણ ચંદ્રાલા રૂ. 40,000, કિરીટસિંહ ઝાલા રૂ. 50,000 અને રવિન્દ્ર ચૌહાણ રૂ. 60,000ની લાંચ લેતા ઝડપાયા હતા.
કોરોનાના કેસ વધતાં દેશના આ શહેરમાં 2 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવી કલમ 144, જાણો વિગતે
કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ કર્યુ વિરાટ કારનામું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ