કોરોનાના કેસ વધતાં દેશના આ શહેરમાં 2 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવી કલમ 144, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Dec 2020 07:26 AM (IST)
રવિવારે રાત્રે નોઇડા પોલીસે ઓર્ડર ઈશ્યુ કરીને કહ્યું, આ સમયગાળા દરમિયાન લોકોના તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ નોઇડામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇ 2 જાન્યુઆરી, 2021 સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રવિવારે રાત્રે નોઇડા પોલીસે ઓર્ડર ઈશ્યુ કરીને કહ્યું, આ સમયગાળા દરમિયાન લોકોના તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ગત સપ્તાહે ઉત્તરપ્રદેશ સરકારે છે મોટા શહેરોમાં કલમ 144 લાગુ કરી હતી. કોરોના સંક્રમણને લઈ લખનઉ, કાનપુર, ગાઝિયાબાદ, મેરઠ, આગ્રા અને ગ્રેટર નોઇડામાં કોરોનાની ચેન તોડવા આ કલમ લાગુ કરાઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણએ ઉત્તરપ્રદેશમાં હાલ કોરોનાના 22,245 કેસ છે. જ્યારે 5,22,867 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં 7900 લોકોના કોરોનાથી મોત થયા છે.