શહેરા નગરપાલિકા માટે ચૂંટણીના ફોર્મ ભરાવાની કાર્યવાહી શનિવારે પૂર્ણ થઇ હતી. ભાજપ તરફતી 39 અને અપક્ષનાં 30 મળી 6 વોર્ડની 24 બેઠકો માચે માટે કુલ 69 ફોર્મ ભરાયા હતા. કોંગ્રેસ પક્ષમાંથી કોઈ પણ ઉમેદવારે ફોર્મ નહીં ભરતા આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ લડ્યા વિના જ સાફ થઈ છે.
પંચમહાલની શહેરા નગરપાલિકાની ચૂટણી માટે ઊમેદવારી ફોર્મ ભરાવાના અંતિમ દિવસે ભાજપા અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ક્રોંગ્રેસના એક પણ ફોર્મ નહી ભરાતા આશ્ચર્ય સર્જાયું છે. આ મુદ્દે શહેર પ્રમુખ રિઝવાન પઠાણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મેન્ડેડ નહી આપવામાં આવ્યો હોવાથી અપક્ષ સાથે રહીને કોંગ્રેસ અપક્ષને જીતાડશે. આમ નગરપાલિકામા સીધો મૂકાબલો અપક્ષ અને ભાજપ વચ્ચે જોવા મળશે.