Gujarat Politics Live: કલોલ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય, બબીતાબેન ઠાકોર બન્યા પ્રમુખ

Gujarat Local Body Politics: કલોલ તાલુકા પંચાયતમાં રાજકીય ડ્રામા વચ્ચે ભાજપનો વિજય થયો હતો

gujarati.abplive.com Last Updated: 13 Sep 2023 03:26 PM
સુરત જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરાઇ

સુરત જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરાઇ હતી. પ્રમુખ તરીકે ભાવિની અતુલ પટેલની વરણી કરાઇ હતી તો ઉપ પ્રમુખ તરીકે રોહિત મનહર પટેલની પસંદગી થઇ હતી. કારોબારી ચેરમેન તરીકે જીતેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ તો શાસક પક્ષના નેતા તરીકે રવજી સોમાભાઈ વસાવાની વરણી કરાઇ હતી

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન પારેઘીની પસંદગી કરાઇ હતી. તો ઉપપ્રમુખ તરીકે હીરાભાઈની વરણી કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ તો શાસક પક્ષના નેતા તરીકે સરોજબેન ડાંગરોચાની વરણી કરાઇ હતી.


હેતલબેન ઠાકોરને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ  બનાવાયા

24 વર્ષીય ઓબીસી મહિલા ઉમેદવાર હેતલબેન ઠાકોરને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ  બનાવાયા હતા. પાટણ જિલ્લા પંચાતના શિક્ષિત મહિલા ઉમેદવાર અભ્યાસમાં માસ્ટરની ડિગ્રી ધરાવે છે. ઉપપ્રમુખ તરીકે ગોવિંદ ભાઈ માલધારીની વરણી કરાઇ હતી.

કચ્છની તમામ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો

લખપત તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપે લખપત તાલુકા પંચાયત કૉંગ્રેસ પાસેથી છીનવી હતી. કચ્છની તમામ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો.

મહેસાણા નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખની વરણી કરવામાં આવી

મહેસાણા નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે ડોક્ટર મિહિર પટેલની પસંદગી કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે રંજનબેન પ્રજાપતિની પસંદગી કરાઇ હતી. મહેસાણા નગરપાલિકાના કારોબારી ચેયરમેન પદે દિપક પટેલ, પક્ષના નેતા તરીકે સોનિયાબેન શાહની પસંદગી કરાઇ હતી.

નર્મદા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ

નર્મદા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ હતી. ધર્મિષ્ઠાબેન પટેલ નર્મદા નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. જ્યારે ગિરીરાજ ખેરની નર્મદા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વરણી કરાઇ હતી.

બારડોલી નગરપાલિકાના પ્રમુખની વરણી કરાઇ

બારડોલી નગરપાલિકાના પ્રમુખની વરણી કરાઇ હતી. બારડોલી નગરપાલિકાના પ્રમુખ પદે ધર્મેશ પટેલની તો ઉપપ્રમુખપદે વિજય પટેલની વરણી કરાઇ હતી. તે સિવાય બારડોલી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષપદે જગદીશ પાટીલની વરણી કરાઇ હતી. પક્ષના નેતા તરીકે રશ્મીબેન ભટ્ટ અને દંડક તરીકે શૈલેષ ગામીતની વરણી કરાઇ હતી.

લખપત તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

લખપત તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપે લખપત તાલુકા પંચાયત કૉંગ્રેસ પાસેથી છીનવી હતી. કચ્છની તમામ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો.

વડોદરાની વાઘોડીયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ

વડોદરાની વાઘોડીયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ હતી. વાઘોડીયા તાલુકા પંચાયતના પ્રમુખપદે યોગેશ પટેલનું નામ જાહેર કરાયુ તો ઉપપ્રમુખ પદે અંકિત પરમારની વરણી કરાઇ હતી. વાઘોડીયા તાલુકા પંચાયતના કારોબારી સભ્યપદે પ્રમોદ ચાવડા તો પક્ષના નેતા તરીકે મગન નાયકાનું નામ જાહેર કરાયુ હતું. જ્યારે વાઘોડીયા તાલુકા પંચાયતમાં દંડક તરીકે શોભનાબેન જોશીની વરણી કરાઇ હતી.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Local Body Politics: કલોલ તાલુકા પંચાયતમાં રાજકીય ડ્રામા વચ્ચે ભાજપનો વિજય થયો હતો. મળતી જાણકારી અનુસાર, કલોલ તાલુકા પંચાયતમાં ભાજપના બબીતાબેન ઠાકોર પ્રમુખ બન્યા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે અર્પિતભાઈ પટેલનો વિજય થયો હતો. કૉંગ્રેસનો આરોપ છે કે પોલીસ બળજબરીથી કૉંગ્રેસના સભ્યોને બસમાં બેસાડી રહી છે. પોલીસે સત્તાનો દુરૂપયોગ કરી અમાનવીય વર્તન કર્યુ હતું. તાલુકા પંચાયતમાં કુલ 26 સભ્યો છે. જેમાંથી 15 સભ્યો કોગ્રેસના અને 11 સભ્યો ભાજપના છે. કોંગ્રેસ પક્ષના નીતાબેન ઠાકોરે પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે ઉપપ્રમુખ માટે કોંગ્રેસના શંભુજી ઠાકોરે ઉમેદવારી કરી હતી. જો કે કોંગ્રેસની બહુમતી હોવા છતાં કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપે પણ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસમાંથી ચૂંટાયેલ અને ભાજપમાં જોડાયેલ બબીતાબેન ઠાકોર વિજયી થયા હતા.સાથે જ ભાજપના અર્પિતભાઈ પટેલે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોઁધાવતા જીત થઈ હતી.


અત્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના સભ્યોને પોલીસ પરેશાન કરી રહી છે. આ ઘટના મુદ્દે હવે કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ બળજબરીથી કૉંગ્રેસના સભ્યોને બસમાં બેસાડી રહી હતી. સાથે જ કલોલ તાલુકા પંચાયત તોડવા ભાજપે પોલીસને આદેશ આપ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં પોલીસની દમનગીરી સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે ગોહિલે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની પણ વાત કરી છે. કલોલ તાલુકા પંચાયત મુદ્દે કોંગ્રેસે વિધાનસભા પરિસર બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. કૉંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કૉંગ્રેસના સભ્યો સાથે કલોલ પોલીસની જબરદસ્તીને લઈ વિરોધ હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. તેમનો આરોપ છે કે, કૉંગ્રેસના સભ્યોની બસ જબરદસ્તીથી પોલીસે રોકી હતી, આ બધુ જ કામ ભાજપના ઈશારે પોલીસ કરી રહી છે.


કલોલ તાલુકા પંચાયતની ઘટના મુદ્દાએ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ લોકશાહીને ખતમ કરવાની પ્રક્રિયા થાય છે, કલોલમાં અમારી બહુમતી છે, કોંગ્રેસના 3 સભ્યોને ઉપાડી ગયા છે આ લોકશાહીનું ખુન છે. મારી પાસે વીડિયો હું સુપ્રીમ કોર્ટ સુધી લડીશ, જે અધિકારીઓ ચાપલૂસી કરે છે તેમને સમજવુ પડે, અમે રાષ્ટ્રપતિની ગરિમા જાળવીએ છીએ, પણ જરૂર પડશે તો એમને બતાવીશું કે જુઓ ગુજરાતમાં શું ચાલે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.