રાજ્યમાં એલર્ટના પગલે કચ્છની દરિયાઈ સુરક્ષામાં વધારો
abpasmita.in | 29 Sep 2016 10:33 PM (IST)
ભૂજ : કાશ્મીર સરહદે થયેલા લશ્કરી હુમલાને પગલે ગુજરાતના કચ્છમાં સુરક્ષાબળોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. મરીન પોલીસે દરિયાઈ સુરક્ષામાં વધારો કર્યો છે. કચ્છના માંડવી,મુન્દ્રા અને જખૌ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા દરિયામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં એલર્ટના પગલે માતાના મઢમાં પોલીસ બંધોબસ્તમાં રહેલા પોલીસ કર્મીઓને પરત બોલાવી લેવામાં આવ્યા છે.