આજે ભાવનગરમાં પાટીદારોની દમન પ્રતિકાર રેલી, મંજૂરી ન હોવાથી ઘર્ષણ થવાની સંભાવના
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Sep 2016 09:40 AM (IST)

ભાવનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) દ્વારા આજે ભાવનગર ખાતે દમન પ્રતિકાર રેલીનું આયોજન કરાયું છે. જોકે, રેલીને મંજૂરી આપવામાં ન આવી હોવાથી ઘર્ષણ થવાની સંભાવના છે. રેલીને સફળ બનાવવા 'પાસ'ના આગેવાનો છેલ્લા 15 દિવસથી સભાઓ કરી રહ્યા છે. ત્યારે રેલીને લઈને ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આગેવાનોના જણાવ્યા મુજબ ભાવનગરના કેયૂર પટેલ તેમજ અન્ય પાટીદાર યુવાન પોલીસ દમનનો ભોગ બન્યા હતા. તેથી દમનનો પ્રતિકાર કરવા માટે રેલીનું આયોજન કરાયું છે. 'પાસ'ના પ્રવક્તાઓનો જણાવ્યા મુજબ રેલીમાં ભાવનગરમાંથી ક્ષત્રિય, કોળી તેમજ દલિત સમાજના લોકો પણ સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં જોડાશે.