Weather Forecast:રાજ્યમાં હજું પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકમાં વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ  રાજયના 20 જિલ્લામાં  50 કિલોમીટરની  ઝડપે પવન સાથે વરસાદ પડશે.


આજે ક્યાં  કયા વિસ્તારમાં પડશે વરસાદ


હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર,ખેડા,મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ. સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.


બનાસકાંઠામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે.આજ સવારથી બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે. થરાદ પંથક વરસાદના કારણે વીજળી ગૂલ થઇ ગઇ છે,અઙીં લાખણી, જસરા ગેળા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. પાલનપુર, જાલોત્રામાં ભારે પવન સાથે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.ગઇ કાલે અંજારમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો તો પાલીતાણા અને ધોરાજીમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્તા વાતારણમાં ઠંડુંગાર બની ગયું હતું.


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગઇ કાલ સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અનેક જગ્યાએ નુકસાનના અહેવાલ મળ્યાં છે.


રાજ્યમાં ગઇ કાલ સાંજે પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કચ્છના અંજારમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો તો રાજકોટના ધોરાજી અને ભાવનગરના પાલીતાણા 1.35 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના સિંહોરમાં 1.15 ઇંચ વરસાદ વરસ્યો હતો.


અમદાવાદમાં પણ ગઇકાલે સાંજે વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અહીં બોપલ, સેલા, ગોતા, પાલડી. પ્રહલાદ નગર, સેટેલાઇટ વિસ્તાર સહિતના વિસ્તારમાંવરસાદ પડતાં રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા.


વરસાદના મેચમાં પણ વિધ્નરૂપ બન્યો હતો. ફાઈનલમાં અડધા મેચથી ફરી વરસાદ વિઘ્ન રૂપ બનતા મેચ રોકાઇ હતી. બીજી ઇનીંગના 3 બોલ બાદ જ વરસાદ આવતા મેચ રોકાઈ હતી.


ભાવનગર જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. ભાવનગરના ખોખરામાં આવેલ નદી બે કાંઠે વહેતી  થઈ છે. ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળતી નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આ પ્રકારના દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે પરંતુ કમોસમી વરસાદમાં ભર ઉનાળે નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. અહીં ભરઉનાનળે  ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયો છે.


બનાસકાંઠાના પાલનપુર અને જલોત્રા પંથકમાં ભારે પવન સાથે  વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા. વીજ લાઈનો નીચે પડી જતા છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વીજળી ગૂલ થઇ ગઇ હતી. જલોત્રાના GEB ના સબ સ્ટેશન ગામડાંના તમામ ખેતીવાડીના ફીડર બંધ થઇ ગયા હતા જેના પગલે  ખેતરોમાં  અંધારપટ છવાઇ ગયો હતો.