ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગર,જામનગર, જૂનાગઢ, રાજકોટ અને, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, અમરેલી, રાજકોટ અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા સાથે વરસાદની આગાહી કરી છે.


Gujarat Assembly: ગુજરાતના શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કરાયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા મળશે


Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની ગૃહમાં જાહેરાત કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોના વેતનમાં વધારો  કરવામાં આવ્યો છે. જે મુજબ  કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9887.80 મળતું હતું, જે હવેથી રૂ. 12324 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું, જે હવેથી રૂ. 11986 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11,752 મળશે.

કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું જે હવેથી રૂ. 12012 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11752 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9237.80 મળતું હતું, જે હવેથી રૂ. 11466 મળશે.

શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોના લઘુત્તમ દરમાં 100 ટકાનો વધારો કરાયો છે. શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોને પહેલા લઘુત્તમ રૂ. 238 પ્રતિ ટન મળતું હતું જે હવેથી રૂ. 476 મળશે.


રાજ્યમાં કેટલા બાળરોગ નિષ્ણાતોની જગ્યા ખાલી છે ?