અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.  રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે.  27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 


સોરાષ્ટ્રમાં કરાઈ વરસાદની આગાહી


સૌરાષ્ટ્રના મોરબી,જામનગર,દ્વારકા અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.   


આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી


દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી અને વલસાડમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી પણ કરાઈ છે.  ત્રણ દિવસ બાદ તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે.  




ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે

 

રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારમાં બરફવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કચ્છમાં પણ જોરદાર ઠંડી પડી રહી છે. અહીં નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. નલિયા સિઝનમાં પ્રથમ વખત 5.7 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી ગયો હતો. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં કાતિલ ઠંડી પડી રહી છે. 

 

અંબાલાલ પટેલની આગાહી

 




હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની આગાહી કરી છે. તેમના મતે રાજ્યમાં હાલમાં અનુભવાતી ઠંડી હજુ પણ વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. જોકે, આ સાથે જ માવઠાની પણ શક્યતા છે.





 




અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 21 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા છે. આ સાથે જ સવારના ભાગમાં બર્ફીલા પવનો ફૂંકાશે. તારીખ 23 અને 24 દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. 

 





26 ડિસેમ્બર આસપાસથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. આના કારણે ગુજરાતના ભાગોમાં જાન્યુઆરી શરૂઆત સુધીમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ કે છાંટા પડવાની શક્યતા છે.