ગુજરાત વિધાનસભામાં વિદ્યુત શુલ્ક સુધારા વિધેયક પસાર થયું. હાલ ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક ગૃહમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું છે. હજુ 6 વિધેયક પર ચર્ચા કરીને વિધેયક પસાર કરવાના બાકી હોવાના કારણે આજે રાત્રે 12 વાગ્યા સુધી વિધાનસભા ચાલી શકે છે.
ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આવતીકાલે છેલ્લો દિવસ છે. બજેટ સત્રના છેલ્લા દિવસે ચાર સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે. જેમાં કેનાલમાં થતા નુકશાન અને પાણી ચોરી અટકાવવા કાયદાની જોગવાઈઓ અને દંડ વધુ કડક કરાશે. આ સાથે સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે.