Monsoon Update: અમરેલીના સાવરકુંડલા તાલુકામાં સતત ચોથા દિવસે મેઘમહેર થઈ છે. વીજપડી ગામમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ચોથા દિવસે પણ સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વીજપડી, ગોરડકા, ખડસલી, ભમર, છાપરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં  વરસાદના કારણે વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઈ છે.


ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ આગામી 48 કલાકમાં કોંકણ, ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે 11મી જૂન, 2022ના રોજ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.


 ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટા ભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને મધ્યમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.


ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. મેઘરાજાની સવારી ડાંગ જિલ્લામાં આવી પહોંચી છે. હવામાન વિભાગે આપેલ તારીખ મુજબ 10 તારીખે ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ડાંગમાં ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. આ સાથે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા તળેટીના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 


આ પણ વાંચોઃ


Pearl Millet Cultivation: મોતીના ભાવે વેચાશે બાજરો, ફક્ત આ વસ્તુઓ નાંખો  પાકમાં


Corona Virus: શું ચીનની લેબમાંથી લીક થયો હતો કોરોના વાયરસ ? જાણો WHO ના રિપોર્ટ બાદ ચીને શું આપ્યો જવાબ