Gujarat Monsoon :  ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકાઓમાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં નોધાયો છે. અહીં 8 ઈચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના દિયોદરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે.



  • નવસારીના ખેરગામમાં 6 ઈચ જેટલો વરસાદ

  • સુરતના બારડોલીમાં 5 ઈચ વરસાદ

  • બનાસકાંઠાના ડિસામાં 5 ઈચ વરસાદ

  • બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઈચ વરસાદ

  • સુરતના ઓલપાડમાં 4.5 ઈચથી વધુ વરસાદ

  • તાપી જિલ્લાના ડોલવણમાં 4.5 ઈચથી વધુ વરસાદ

  • સુરતના ચૌર્યાસીમાં 4.5 ઈચ વરસાદ

  • રાજકોટના લોધીકામાં 4.5 ઈચ વરસાદ

  • વલસાડ તાલુકામાં 4.5 ઈચ વરસાદ

  • વલસાડના પારડીમાં 4 ઈચથી વધારે વરસાદ

  • નવસારી તાલુકામાં 4 ઈચ વરસાદ

  • વલસાડના વાપીમાં 4 ઈચ વરસાદ

  • નવસારીના જલાલપોરમાં 3.5 ઈચથી વઘારે વરસાદ

  • નવસારીના ગણદેવીમાં 3.5 ઈચ વરસાદ

  • સુરત શહેરમાં 3.5 ઈચ વરસાદ



ક્યાં છે અતિભારે વરસાદની આગાહી


દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે



આ પણ વાંચોઃ


India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ