Dwarka Rains: દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે (rain in dwarka) વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ સવારે 6:00 વાગ્યા આસપાસ ભાણવડમાં ધોધમાર (heavy rain in dwarka) વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ (floods in river) બે કાંઠે વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, સાથે જ ખેતરોમાં (waterlogging in farms) પાણી પાણી થયા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા.



વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રમાં ખૂબ જ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ખંભાળિયા પંથકમાં બપોરે 11 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના માર્ગો પાણી પાણી થયા હતા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.. તો ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરેલા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા અસત્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ખૂબ જ ઠડક પસરી હતી જેને લોકો મન ભરીને માની રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.  ખેતરોમાં ખૂબ જ પાણી ભરાતા ખેડૂતો પણ ખુશ થયા હોય અને વાવણી લાયક વરસાદને વધાવતા હતા.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણમાં થઇ શકે છે. ખાસ કરીને 22 જૂન બાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરશે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આજે પંચમહાલ,દાહોદ,વડોદરામાં પણ  વરસાદ પડી શકે છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.


હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં ભારે વરસાદના કારણે  શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા છે.


શનિવારે અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો, અહી સાવરકુંડલા, લીલીયા, વડીયામાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલીયાના દુધાળા, જાત્રુડા,સાજન, ટીંબા, અંટાળીયા, ભોરિંગડા, ઈંગોરાલા,મોટા ગોખરવાળા, નાના ગોરખરવાળા, લાપાળીયામાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે. જો કે ગુજરાતમાં હજુ વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે.હવામાન વિભાગની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી વરસાદીની એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી  ગઇ હતી. ખંભાળીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી.