સ્કૂલ વાહન ચાલકોએ કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી  પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાનો ઉકેલ ન   આવતાં આખરે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસ અને RTO વિભાગની કાર્યવાહીનો વિરોધમાં આ  નિર્ણય લેવાયો છે. વાહન ચાલકોના આ નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે. વાલીગણે વાહન ચાલકોના આ નિર્ણયને વખોડી કાઢ્યો છે. વાલીઓનો મત છે કે, સ્કૂલવેના સંચાલકોએ વાલી અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરવો અને અને તેમની ચિંતાને ધ્યાનમાં રાખવી જોઇએ તેમજ નિયમ અનુસરીને સર્વિસ આપતા રહેવી જોઇએ.


ઉલ્લેખનિય છે કે આજે સ્કૂલ વર્ધી વેન અને રીક્ષા ચાલકોના કેટલાક પડકર મુદ્દાને લઇને બેઠક હતી આ બેઠછકમાં કામથી અળગા રહીને વિરોધ કરવાનો નિર્ણય લેવાયો છે. એસોસિએશન દ્વારા મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ  હતી.


અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોની હડતાળ, વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન


અમદાવાદઃ શહેરના નિકોલમાં સ્કૂલવાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાની બનેલી ઘટના બાદ જાગેલા તંત્રએ સ્કૂલવાન, રીક્ષા પર કડક કાર્યવાહી કરી છે. સ્કૂલવાનનું આરટીઓ સીએનજી કિટ સાથે પાસિંગ ન કરવામાં આવતા સ્કૂલ વાન-રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે વહેલી સવારથી વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડવા વાલીઓ દોડધામ કરી રહ્યા છે. સ્કૂલ વર્ધી વાન એસોશિએશન દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી હોવાથી શહેરના માર્ગો પરથી આજ સવારથી જ સ્કૂલ વાન કે સ્કૂલ રીક્ષા દોડતી જોવા મળી નથી.  કેટલાક વિદ્યાર્થીઓ AMTSમાં સ્કૂલે પહોંચતા જોવા મળ્યા હતા. સ્કૂલવર્ધી વાન એસોસિએશનનો દાવો છે કે મંગળવારે અમદાવાદમાં સ્કૂલ વેનમાં બનેલી ઘટના બાદ આરટીઓ વિભાગે વેન અને રીક્ષાના પાર્સિંગની પ્રક્રિયા અટકાવી દીધી છે. જેથી સ્કૂલ અને વેન ચલાવી શક્ય નથી. જેના કારણે સ્કૂલમાં એસોસિએશને ગુરુવારે કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. સ્કૂલવર્ધી વેન એસોસિએશન સાથે અંદાજે દસ હજાર જેટલી રીક્ષા અને વેન જોડાયેલી છે. અમદાવાદમાં સ્કૂલ વાન થી બાળકો પડી જવાની ઘટના બાદ વડોદરા આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસ એક્ટિવ થઈ હતી અને નીતિ નિયમનું ઉલ્લંઘન કરી ચાલતી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા સામે કડક કાર્યવાહી કરી 40 સ્કૂલવાન જ્યારે 30 જેટલી સ્કૂલ રીક્ષા ડિટેન કરી હતી.  સ્કૂલ વર્ધિ ચાલકોની હડતાલને પગલે પોલીસ મોબાઈલ વાન તથા પી.સી.આર વાન દ્વારા મુસીબતમાં મુકાયેલા બાળકોને સ્કૂલે પહોંચાડવામાં આવ્યા હતા