Gujarat Monsoon: આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં જ્યાં પણ વરસાદ પડ્યો છે ત્યાં અથવા તો જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે શહેર, જિલ્લામાં ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં સમાન્ય વરસાદની આગાહી છે, રાત્રે વરસાદની નહીંવત શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરના ઓઢવ,વસ્ત્રાલ,રામોલ ,નિકોલમાં વરસાદ પડ્યો છે.
વડોદરામાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનિષા ચોકડી, અક્ષરચોકમાં વરસાદ પડ્યો હતો. જામ્બુવા, મકપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
અમરેલી જીલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ છે, ખાંભા શહેરમાં પણ વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે વાતવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સૌરાષ્ટ્રના ગીર-સોમનાથના ઉના, સૂત્રાપાડા સહિતના દરિયા કાઠાના વિસ્તારોમાં પણ વરસાદ છે. ઉનાના અનેક વિસ્તારોમાં અર્ધો કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો છે, તો સુત્રાપાડાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ છે. જયારે કોડીનારના દરિયા કાંઠે હળવા ઝાપટાં છે.
ભાવનગર શહેરમાં પ્રથમ નવરાત્રીએ મેઘરાજાનું આગમન થયું છે. શહેર વિસ્તારમાં સાર્વત્રિક મેઘરાજાની એન્ટ્રી થતાં ખેલૈયાઓનો ઉત્સાહ ભાંગ્યો છે. આજે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો આજે બપોર બાદ વરસાદ શરૂ થયો છે. શહેર વિસ્તારના રોડ રસ્તાઓ ઉપર વરસાદને લઇ પાણી વહેતા થયા છે. વાઘાવાડી રોડ, ડેરી રોડ, નીલમબાગ, વિરાણી સર્કલ, ચિત્રા વિસ્તાર, મેઘાણી સર્કલ સહિતના વિસ્તારોમાં રોડ પરથી પાણી વહેતા થયા છે.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે. સુરત જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઓલપાડ,કરમલા,માસમાં,સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ
Rajkot: મનદિપ ઇન્ડસ્ટ્રીઝની 16 કરોડની મિલકત ED એ કરી જપ્ત, જાણો શું છે મામલો
Navratri 2022: પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો