Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે સવારે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. શહેરના નિકોલ, નરોડા, બાપુનગર, ઈન્ડિયાકોલોની, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા.
- તાપી જિલ્લામાં આજે પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ યથાવત રહ્યો. ઉચ્છલ તાલુકામાં મેઘ મહેર થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ. સવારથી ધીમીધારે છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણ માં પ્રસરી ઠંડક પ્રસરી હતી.
- નડિયાદમા ગઇકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નડિયાદના વૈશાલી ગરનાળુ, માઇમંદિર ગરનાળુ પાણીમા ગરકાવ થયું હતું. આ ઉપરાંત નડિયાદનો રબારીવાડ વિસ્તાર પણ પાણીમા ગરકાવ થયો, રબારીવાડ વિસ્તારમા પાણી ભરાતા તમામ હોસ્પિટલમા આવતા જતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે.
- ડાંગ જિલ્લામાં આજે પણ વહલી સવાર થી વરસાદી માહોલ છે. જિલ્લામાં વરસાદના પગલે અંબિકા, ખાપરી, પૂર્ણમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે. ડાંગ જિલ્લામાં અનેક કોઝવે ઉપરથી પાણી ફરી વળતા માર્ગ બંધ થયો હતો.
- દાહોદ જીલ્લામા વરસાદી માહોલ છે. દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. દાહોદ, સંજેલી, ગરબાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. વરસાદને પગલે વાતવરણમા ઠંડક પ્રસરી છે. સારા વરસાદને લઈ ખેડૂતોમા આનંદની લાગણી ફેલાઈ હતી.
- સુરતમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. વરસી રહ્યો છે. સુરત ગ્રામ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. માંડવી તાલુકામાં વરસાદના પગલે નદી, નાળા, કોતરો ફરી ઉભરાયા છે. માંડવીના મુંઝલાવ ગામે વાવ્યા ખાડીના પાણી લોલેવલ બ્રિજ પર ફરી વળ્યાં છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરંભાયો છે.
- નવસારી શહેર અને જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં 6 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જિલ્લાના ખેરગામ તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જલાલપોરમાં 1 ઇંચ,
નવસારી 1 ઇંચ, ગણદેવીમાં 2 ઇંચ, ચીખલીમાં 2 ઇંચ, વાસદામાં 2 ઇંચ , ખેરગામમાં 4 ઇંચ વરસાજ નોંધાયો છે.
આગામી 4 દિવસની વરસાદી આગાહી
- 10 સપ્ટેમ્બરઃ અરવલ્લી, દાહોદ, મહિસાગર અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
- 11 સપ્ટેમ્બરઃ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસાર, વલસાડ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
- 12 સપ્ટેમ્બરઃ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
- 13 સપ્ટેમ્બરઃ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે