Gujarat Monsoon: ગુજરાતમાં અત્યારે મે મહિનો જબરદસ્ત રીતે તપી રહ્યો છે, તાપમાનનો પારો 45 ડિગ્રીથી પણ ઉપર પહોંચી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે, ત્યારે હવે એક મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ નક્કી થઇ ચૂકી છે, આ વખતે ગુજરાતમાં ચોમાસું બે દિવસ વહેલુ બેસશે, એટલે કે આ વર્ષે ગુજરાતમાં આવતા અઠવાડિયાથી પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થઇ જશે.
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ક્યાંક આંધી-વંટોળ તો ક્યાંક ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે. વાતાવરણમાં થોડીક ઠંડક પ્રસરી રહી છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગના તાજા અપડેટમાં વધુ રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબરીના સમાચાર મળ્યા છે. આ વર્ષે ગુજરાતમાં બે દિવસ વહેલું ચોમાસું બેસશે. કેરળમાં પણ બે દિવસથી ચોમાસાનું આગમન થઇ ચૂક્યુ છે અને આવતા સપ્તાહથી રાજ્યમાં પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થઇ જશે. ત્યાબાદ રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી વરસાદ પડવાની શરૂઆત થઇ જશે. હાલમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ 25થી 30 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. આજથી રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં આ તારીખ સુધીમાં પહોંચશે ચોમાસું, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં હવે ક્યારે વરસાદ (Gujarat monsoon) આવશે તેની કાગડોળે રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની (weather analyst Ambalal Patel) આગાહી આવી છે. તેમની આગાહી પ્રમાણે, 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ આંધી વંટોળ (dust storm) સાથે 30 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે. 6 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં (rohini nakshatra) ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
કેરળમાં બેસેલું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શક્યતા છે. 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ મોન્સુન એકટીવિટી શરૂઆત થશે અને 10 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થશે. 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે. 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 8 જુને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર માં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 18 થી 20 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્ર માં ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ વરસાદ તેજગતીના પવન અને વીજળીના કડાકા સાથે રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ અલર્ટ છે. 25 -30 km ની ઝડપે પવન ફૂંકાશે. સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાશે. કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે. હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરાવાયો છે. સહેલાણીઓ માટે દરિયો બંધ કરવાયો છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરિયા પરની લારીઓ અને રાઈડ્સ પણ દૂર કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા અપીલ છે.