અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના પ્રારંભ બાદ મેઘમહેર થઈ રહી છે. આગામી દિવસોમાં ચોમાસુ સમગ્ર રાજ્યમાં પોંહચશે. સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 16 અને 17 તારીખે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે.
બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં ધીમીધારે વરસાદની થઈ શરૂઆત. સતત ત્રીજા દિવસે પણ બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ. વાવ,સૂઇગામ,સહિત,થરાદ તાલુકામાં વરસાદી માહોલ. વાવના કોરેટી, ભરડાવા,મામાણા ગામોમાં વરસાદ. ધીમે ધારે વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં આનંદ.
ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક મા ૧૧૧ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામા પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આ પછી સુરેન્દ્રનગર જીલ્લાના દસાડામાં અને ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામા અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને ચૂડા તાલુકામા ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામા ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લીના મોડાસામા પણ ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અન્ય ૧૨ તાલુકાઓમા ૧ થી ૨ ઈંચ વરસાદ પડ્યો હતો.
નેઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું
નેઋત્યનું ચોમાસું આજે ગુજરાતમાં પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ રહેશે. 48 કલાક સુધી મોન્સૂન આગળ વધી શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નડીયાદ તાલુકામાં 1.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સુરતના ઓલપાડમાં અડધો ઈચ વરસાદ નોંધાયો છે.
હિંમતનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. હિંમતનગર શહેર ઉપરાંત હિંમતનગર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે. હિંમતનગરના ખેડ, ધનપુરા,જાબુંડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ ખેડૂતો વાવેતરના આગોતરા આયોજનમાં જોતરાયા છે.