અમદાવાદ મનપાના કુલ 48 વોર્ડની 192 બેઠકમાંથી 159 બેઠક ભાજપે કબજો કર્યો હતો જ્યારે કૉંગ્રેસના ખાતામાં 25 બેઠક આવી હતી. ઓવૈસીની પાર્ટી AIMIMને 7 બેઠક પર જીત સાથે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. જ્યારે અન્યને 1 બેઠક મળી હતી. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને AIMIMએ જમાલપુરમાં આખી પેનલ અને મકતમપુરામાં ત્રણ બેઠક પર કર્યો કબજો છે.
કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માની થઈ થઈ હતી. ચૂંટણીમાં કૉગ્રેસની કારમી હાર બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.