ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના કેસોમાં આવેલા ધરખમ વધારાના પગલે સૌ દોડતા થયા છે. કોરોના-ઓમિક્રોનના દરરોજ 4000થી વધુ કેસો નોંધાવા લાગતાં રાજ્ય સરકારે નાઈટ કરફ્યુ સહિતના કડક નિયમોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારનીકોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે રાજ્યની તમામ શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 9ના તમામ ક્લાસ બંધ કરાશે અને માત્ર ને માત્ર ઓનલાઈન ક્લાસ લેવાશે.
ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કોરોનાને રોકવા માટે રાજ્યમાં ફરીથી આકરાં નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી. તેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને શુક્રવારે સાંજે કોર કમિટિની બેઠક મળ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવાની જાહેરાત કરાઈ હતી. તેમાં . રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 9ના તમામ ક્લાસ બંધ કરાશે અને માત્ર ને માત્ર ઓનલાઈન ક્લાસ લેવાશે એવો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચોઃ
કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?