Gujarat News: ગુજરાત માટે વધુ એક મોટા અને કામના સમાચાર સામે આવ્યા છે, ગુજરાત સરકારે સેમિ કન્ડક્ટરના પ્રૉડક્શનની દુનિયામાં આગળ વધવા માટે વધુ એક મોટા કરાર કર્યા છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને માઇક્રૉન તથા ICICI બેંક વચ્ચે TRA – ટ્રસ્ટ એન્ડ રિટેન્શન એગ્રીમેન્ટ પુરા થયા છે. આ કરાર બાદ હવે સેમિ કન્ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રૉન કંપનીના સાણંદ સેમિ કન્ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવશે, સાણંદમાં કરોડોના 22 હજાર કરોડથી વધુના ખર્ચે મેગા પ્લાન્ટ બની રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એગ્રીમેન્ટને ડબલ એન્જીન સરકારની બેવડી વિકાસ ગતિના ત્વરિત લાભ આપનારું એગ્રીમેન્ટ ગણાવ્યું હતું.
આ કરાર થયા બાદ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, માઇક્રૉનનો આ સેમિ કન્ડક્ટર ઉત્પાદન પ્રૉજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને ‘મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ફોર ધ વર્લ્ડ’ ના સંકલ્પને સાકાર કરીને વિકસિત ભારત@2047માં ગુજરાતને સેમિ કન્ડક્ટરનું હબ અવશ્ય બનાવશે.
આજે ગાંધીનગરમાં થયેલા મોટા કરારથી ગુજરાતના વિકાસને વધુ વેગ મળશે. ગાંધીનગર ખાતે માઇક્રૉન તથા ICICI બેંક વચ્ચે TRA એગ્રીમેન્ટ પુરા થયા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માઈક્રોન સાથે TRA થયા છે. ભારત સરકાર - ગુજરાત સરકાર અને માઈક્રૉન તથા ICICI બેંક વચ્ચે આ TRA સંપન્ના થયા છે. મુખ્યમંત્રીએ આ દરમિયાન જણાવ્યુ કે, એગ્રીમેન્ટ અંતર્ગત માઇક્રૉનને પ્લાન્ટ કાર્યરત કરવા જરૂરી સહયોગ મળશે. ઇન્ડિયા સેમિ કન્ડક્ટર મિશન તથા ICICI બેંક સહાયક બનશે. વિકસિત ભારત@2047માં ગુજરાતને સેમિ કન્ડક્ટરનું હબ બનાવશે, વિકાસની બેવડી ગતિનો ત્વરિત લાભ માઇક્રૉનને મળ્યો છે. સાણંદમાં 22 હજાર કરોડ ખર્ચે 93 એકર વિસ્તારમાં નિર્માણાધીન પ્લાન્ટ તૈયાર થઇ રહ્યો છે.
GPSC એ 4 પરીક્ષાઓ રાખી મોકુફ, વહીવટી કારણોસર લેવાયો નિર્ણય
જીપીએસસીએ આગામી યોજાનારી 4 પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. વહીવટી કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રિલિમ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. આ 4 પ્રિલિમની પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાની હતી. મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમા કરશે જાહેર કરવામાં આવશે.
આ પહેલા પણ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ 1 , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ 2 ની પરીક્ષા 3-12-2023ના બદલે હવે 7-1-2024 માં યોજાશે, એટલે કે વર્ષ 2023માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ 2024માં યોજાશે. ઉપરોક્ત તમામ પરીક્ષા 7 જાન્યુઆરી 2024એ યોજાશે.
ઉલ્લેખનિય છે કે, પહેલા આ તમામ પરીક્ષા 3 ડિસેમ્બરે યોજનાર હતી પરંતુ 27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરાયેલા પરિપત્રમાં મુજબ ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષાની પ્રાથમિક કસોટીનું ત્રીજી ડિસેમ્બર 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ 27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી ગુજરાત વહીવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારીની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે હવે ત્રીજી ડિસેમ્બરની જગ્યાએ 7મી જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે.