Gujarat News live: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર સામે ગુજરાત કોંગ્રેસની લાલ આંખ, ખાનગી ડોક્ટરો ઉતાર્યા હડતાલ પર

કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ભૂકંપનો આંચકો અનુભવાયો. દુધઈ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો છે. આ ભૂકંપના આંચકાની તિવ્રતા 3.1 હોવાની વાત સામે આવી છે. સવારે 5:56 મિનિટે આંચકો આવતા લોકો ભર નિંદરમાંથી જાગી ગયા.

gujarati.abplive.com Last Updated: 22 Jul 2022 02:00 PM
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો

સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં વધારો થયો છે. 24 કલાકમાં 42 સેમીનો વધારો થયો છે. 1200 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રિવર બેડ પાવર હાઉસ તમામ યુનિટી શરૂ કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 122.95 મીટરે પહોંચી છે. પાણીની આવક 62390 ક્યુસેકની થઈ છે. સરદાર સરોવરમાં કુલ પાણી સ્ટોરેજ 1685 મિલિયન ક્યુબીક મીટર છે.  મધ્ય પ્રદેશના ભારે વરસાદના કારણે પાણીની આવક વધી રહી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર સામે ગુજરાત કોંગ્રેસની લાલ આંખ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મુનો વિજય થયો છે. તો બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટમી દરમિયાન ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં ક્રોસ વોટિંગની પણ ઘટના સામે આવી છે. હવે ક્રોસ વોટિંગને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે. ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યોની કોંગ્રેસ ઓળખ કરશે. તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના 7 જેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. પક્ષ સાથે ગદ્દારી કરનાર ધારાસભ્યોને શોધવા કમિટી રચાશે.  ટુંક સમયમાં રિપોર્ટ તૈયાર કરી પગલાં ભરવાની ભલામણ સાથે કેન્દ્રીય નેતૃત્વને આ રિપોર્ટ મોકલાશે. નોંધનિય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે. એવામાં પાર્ટી લાઈનથી અલગ જઈને કોંગ્રેસના ધારાસભ્યોએ એનડીએના ઉમેદવારને મત આપતા રાજકારણ ગરમાયું છે.

ગુજરાત નેશનલ ગેમ્સ 2022ના લોગોનું અનાવરણ

ગાંધીનગર: આગામી 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નેશનલ ગેમ્સ યોજાવાની છે. જે પહેલા આજે ૩૬મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોગોનું અનાવરણ તેમજ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. મહાત્મા મંદિર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગુજરાત ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સના આયોજનનું કેન્દ્ર બનશે. ઇન્ડિયન ઓલમ્પિક અને ગુજરાત ઓલમ્પિક એસોસિએશન સાથે રાજ્ય સરકારે એમ.ઓ.યુ કર્યા છે.

વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ અને ૨૫ જુલાઈએ ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લા પ્રશાસને અગમચેતીના પગલા લેવાનો આરંભ કરી દીધો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.  SDRF હાલ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનીની ટીમ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં નાગરિકોમાં આપત્તિના સમયે કેવી તકેદારી રાખવી તે અંગે લોકજાગૃતિનું કાર્ય કરી રહી છે. 


તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદની આગાહીના પગલે  બે દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં હજુ સુધી સીઝનનો ૬૦ ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં શનિવારે રેડ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં પણ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 23 જુલાઈ 8.30 કલાક થી 24 જુલાઈ 8.30 કલાક સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 30 હજારથી વધુ ખાનગી તબીબોની હડતાળ

રાજ્યના 30 હજારથી વધુ ખાનગી તબીબોની હડતાળ પર જશે. ICU ગ્રાઉંડ ફ્લોર પર રાખવાના સરકારના નિર્ણયનો તેઓ વિરોધ કરશે. હડતાળને પગલે દર્દીઓને સારવાર ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલોમાં આઈસીયુ ગ્રાઉંડ ફ્લોર પર જ રાખવા અને બિલ્ડિંગમાંથી કાચ દુર કરવાના નિર્ણયનો અમલ કરવા પ્રશાસન દ્ધારા હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી રહી છે. આ નિર્ણય સામે ગુજરાતના 30 હજાર જેટલા ખાનગી તબીબો આજથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી હડતાળ પર ઉતરશે. જેમાં ઓપીડી અને ઈમરજંસી સહિતની તમામ સેવા બંધ રખાશે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat News live: કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના દુધઈ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો છે. આ ભૂકંપના આંચકાની તિવ્રતા 3.1 હોવાની વાત સામે આવી છે. સવારે 5:56 મિનિટે ભૂકંપનો આંચકો આવતા લોકો ભર નિંદરમાંથી જાગી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 17 કિલોમીટર દૂર નોંધાયું છે. જો કે ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.